લક્ષ્મીનગર અંડરબ્રિજ-ક્ધસલ્ટન્ટની નિમણૂક માટે ટેન્ડર પ્રક્રિયા શરૂરાજકોટ તા.13
રાજકોટ મહાનગરપાલીકાના નવા બજેટમાં ચાલુ વર્ષે શરૂ થનાર અનેક પ્રોજેકટમાં નાણાંકીય જોગવાઇ કરી છે. જે પૈકી લક્ષ્મીનગર રેલ્વે અંડરબ્રીજનું ડેવલપ કરવાનો સમાવેશ કરાયો છે અને બ્રીજની કામગીરી માટે ક્ધસલટન્ટની નિમણુંક કરવાની તૈયારી આરંભી છે.
શહેરના નાના મૌવા રોડના છેડે આવેલ લક્ષ્મીનગર અંડરબ્રીજ બે નાળાવાળો વર્ષો જુનો છે ત્યારે અગાઉની ગણતરીએ આજે આ રોડ પર ટ્રાફીકમાં વધારો થયો છે. નાના મૌવા રોડ પર અને છેવાડાના વિસ્તારનો વિકાસ થતા ટ્રાફીકનું ભારણ વધ્યું છે. ગત વર્ષે કોર્પો.ને લક્ષ્મીનગરનું નાળુ પહોળુ કરવાની યોજના હાથ ધરી હતી. યોજના અંતર્ગત નવા બજેટમાં ર.પ કરોડની જોગવાઇ કરવામાં આવી છે અને ક્ધસલટન્ટની નિમણુંક માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે.
મહાનગરપાલીકાના વર્ષ ર018-19 ના બજેટમાં લક્ષ્મીનગરના નાળાને પહોળુ કરવા માટે ર.પ કરોડની જોગવાઇ કરવામાં આવતા કોર્પો. દ્વારા પ્રોજેકટની કામગીરી ઝડપી બનાવાઇ છે. નાળાની ડીઝાઇન અને માપ સાઇઝ સહિતની પ્રથમ તબક્કાની કામગીરી માટે ક્ધસલટન્ટની નિમણુંક કરવાની હોવાથી કમિશ્નર વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે. મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીના જણાવ્યા મુજબ લક્ષ્મીનગર નાળુ સાંકડુ હોવાથી દિવસ દરમિયાન વારંવાર ટ્રાફીક સમસ્યા સર્જાય છે તેમજ ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાના કારણે નાળામાંથી વાહનચાલકોને નીકળવું મુશ્કેલ બને છે તેમજ નાળાની ઉંચાઇ ઓછી હોવાથી મોટા વાહનો નીકળી શકતા નથી તેમજ અનેક વખત અજાણ્યા વાહનો નાળામાં ફસાઇ જવાની ઘટના બની છે જેથી આ નાળાની પહોળાઇ અને ઉંચાઇ વધારવામાં આવશે.
લક્ષ્મીનગરના નાળાના રી ડેવલપ માટે રેલ્વે વિભાગ સાથે મીટીંગ યોજવામાં આવેલ અને તે સમયે રેલ્વે વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવી હતી અને ચાલુ વર્ષે પ્રોજેકટ શરૂ કરવાનો છે ત્યારે કોર્પો. દ્વારા રેલ્વે વિભાગ સાથે પ્રોજેકટની ચર્ચા અને થનારા ખર્ચ તેમજ રેલ્વે વિભાગને થનાર ખર્ચ સહિતની ચર્ચા માટે રેલ્વે વિભાગને જાણકારી અપાઇ છે ત્યારે ટૂંક સમયમાં મીટીંગ યોજાશે તેમ કમિશ્નર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
લક્ષ્મીનગર અંડરબ્રીજ બનાવવા કોર્પો.ને ઝડપી કામગીરી હાથ ધરી બજેટ માટેના જનરલ બોર્ડ બાદ ક્ધસલટન્ટની નિમણુંક કરવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે અને માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં ટેન્ડર પ્રસિધ્ધ થવાની સંભાવના છે. ક્ધસલટન્ટના રીપોર્ટ બાદ ડીઝાઇન ફાઇનલ માટે રેલ્વે વિભાગને સોપવામાં આવશે અને મંજુરી મળશે. ડીપીઆર તૈયાર કરી અંડરબ્રીજના બાંધકામ માટે ઝડપી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે તેમ કમિશ્નર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રેલવે વિભાગ સાથે બેઠક યોજાઇ, મંજૂરી બાદ ડીપીઆર તૈયાર થશે ડિઝાઇન તૈયાર થયા બાદ રેલવે વિભાગને સોંપવામાં આવશે