ફૂલ મેરેથોન રજીસ્ટ્રેશન પ્રક્રિયા તેજ: આંક 60,000 ને પાર

આજે અને કાલે અંતિમ બે દિવસ રજીસ્ટ્રેશન થઈ શકશે રાજકોટ, તા. 13
રાજકોટ મહાનગરપાલીકા અને શહેર પોલીસના સંયુકત ઉપક્રમે યોજાનાર ફૂલ મેરેથોન સ્પર્ધાએ શહેરીજનો અને અન્ય શહેરોના તેમજ વિદેશી સ્પર્ધકોમાં અનેરો ઉત્સાહ જગાવ્યો છે. હાલ રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે.
આજે અને કાલે એમ અંતિમ બે દિવસ રજીસ્ટ્રેશન થઈ શકશે ત્યારે આજ સુધીમાં રજીસ્ટ્રેશનનો આંક 60 હજારને પાર થઈ જતા આ વખતની મેરેથોન ઐતિહાસીક અને રેકર્ડ બ્રેક થવાની સંભાવના જોવાઈ રહી છે.
રાજકોટમાં તા.18 ને રવિવારના રોજ યોજાનાર ફૂલ મેરેથોન સ્પર્ધામાં લોકોને વધુને વધુ જોડાવવા માટે આજરોજ મનપાના મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ અને સ્ટે.ચેરમેન પુષ્કરભાઈ પટેલે અનુરોધ કર્યો હતો અને જણાવ્યુ હતું કે અમે પણ દોડવાના છીએ તમે પણ દોડો. હાલ રજીસ્ટ્રેશનની સાથોસાથ રંગીલા રાજકોટ સ્પર્ધકોને કીટ વિતરણ કરવાની કામગીરી પણ ચાલુ છે. બાકીની કેટેગરીમાં આવતા સ્પર્ધકોને રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ કીટ વિતરણ કરવામાં આવશે.
આગામી તા.18 ના રોજ રેસકોર્ષ ખાતે ફૂલ મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે હૈજુ પણ રજીસ્ટ્રેશન કરવાનુ બાકી હોય તે લોકોએ બે દિવસમાં રજીસ્ટ્રેશન કરાવી લેવુ તેમજ સ્પર્ધકોએ રેસકોર્ષ ખાતે તા.18ના રોજ સવારે પાંચ વાગ્યે સ્થળ ઉપર જ હાજર થઈ જવાનું
મેયર જણાવેલ છે તેમજ કેટેગરી
મુજબ જ આપવામાં આવેલ પ્લોટ પર પોત-પોતાના સ્થાને સમયસર
હાજર થઈ જવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. સ્પર્ધકોએ સમયસર કીટ મેળવી તા.18ના રોજ સવારે 5 વાગ્યે રેસકોર્ષ પહોંચી જવું