વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ આપવા પાંચ લાખથી વધુની ફાળવણી

થેલેસેમીયા મેજર વિદ્યાર્થીની ફી યુનિ. ચુકવશે: મેગા જોબફેર, મહારકતદાન શિબિર સહિતના કાર્યક્રમો માટે
પણ મોટી રકમની ફાળવણી રાજકોટ તા.13
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇનાન્સ કમીટીની બેઠક કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલ હતી. મીટીંગમાં કેમ્પસમાં વિવિધ ફાઇનાન્સીયલ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. જેમાં નીચે મુજબના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આજની મળેલ ફાઇનાન્સ કમીટીની બેઠકમાં નાણાકીય વર્ષ ર017-18 નાં વાર્ષિક હિસાબો ચર્ચાવિચારણાને અંતે સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતા.
આ બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિ.નાં વર્ષ ર018-19 ના વર્ષના બજેટ પર વિચારણા કરવામાં આવેલ હતી અને કુલ અંદાજીત રૂા.ર16 કરોડનું બજેટ સુધારા વધારા સાથે મંજુર કરવા સિન્ડીકેટને ભલામણ કરવામાં આવી. જેમાં સરકારની ગ્રાન્ટમાંથી રૂા.108 કરોડ મળશે. સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આ બજેટમાં જુદાજુદા ખર્ચ જેવા કે સ્ટુડન્ટ એકટીવીટી પેટે રૂા.7.1 કરોડ, પગાર ખર્ચ પેટે રૂા.4પ કરોડ, પરીક્ષા ખર્ચ પેટે રૂા.ર6 કરોડ, સેલ્ફ ફાઇનાન્સ ખર્ચ પેટે રૂા.પ.36 કરોડ ફાળવવામાં આવેલ છે તેમજ ડેવલપમેન્ટ કાર્ય માટે રૂા.81.14 કરોડ ફાળવવામાં આવેલ છે જેમાંથી રૂા.63 કરોડ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની જુદી જુદી એજન્સીઓ મારફત પ્રાપ્ત થનાર છે.
બજેટમાં વિવિધ વિદ્યાર્થીલક્ષી અને સમાજલક્ષી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે દરેક ભવનનાં એક રીસર્ચ સ્ટુડન્ટને મેરીટોરીયસ રીસર્ચ ફેલોશીપ રૂા.10000 પ્રતિ માસ લેખે આપવા માટે યોજના ઘડવામાં આવેલ છે. તે ઉપરાંત યુનિ. ખાતે મેગા જોખ ફેર યોજવા માટે વિચારણા કરવામાં આવી હતી તથા થેલેસેમીયા ડે નિમિત્તે તે દિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવું તેવો નિર્ણય કરવામાં આવેલ હતો. ઉપરાંત જે કોલેજ સરકારી મેડીકલ કોલેજ/હોસ્પીટલમાં બ્લડ આપવા માટે બ્લડ ડોેનેશન કેમ્પનું આયોજન કરે તેને રૂા.રપ000 ફાળવવા માટે પણ નિર્ણય કરવામાં આવેલ હતો. કોલેજ/યુનિ. કક્ષાએ વિદ્યાર્થીને થેલેસેમીયા મેજર માલુમ થશે તો તેની ફી યુનિ. દ્વારા ચુકવવા માટે નિર્ણય કરવામાં આવેલ હતો અને તે માટે રૂા.પ લાખની ફાળવણી કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ પર ઇલેકટ્રોનિકસ ભવન માટે પ નંગ 4-ચેનલ સ્ટોરેજ ઓસ્સીલોસ્કોપ ખરીદવા અંગે આજની ફાઇનાન્સ કમીટીની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને વિસ્તૃત ચર્ચા વિચારણાને અંતે સર્વાનુમતે લોએસ્ટ રકમ રૂા.ર,ર9,999 મંજુર કરવામાં આવેલ હતા. સૌરાષ્ટ્ર યુનિ.ના પદવીદાન સમારંભમાં વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ આપવા માટે ઇ-ટેન્ડર દ્વારા ટેન્ડરો મંગાવવામાં આવેલ હતા. આવેલ ટેન્ડરો પરત્વે લોએસ્ટ આવેલા ભાવ મુજબ કુલ ખર્ચ રૂા.પ,0પ,640 ની બહાલીના કાર્યને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતો.
સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસના જુદા જુદા વિભાગો/ભવનોની જરૂરીયાત અન્વયે સીસીટીવી કેમેરા જુદીજુદી પ્રક્રિયાથી ખરીદવા અંગે કુલ ખર્ચ રૂા.19,પ,307 અન્વયે આજની ફાઇનાન્સ સમિતિની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને ચર્ચાવિચારણાને
અંતે ખર્ચ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતો.
આજની મળેલ ફાઇનાન્સ કમીટીની બેઠકમાં સિન્ડીકેટ સભ્ય ડો.નેહલભાઇ શુકલ, ડો.ભાવીનભાઇ કોઠારી, ડો.જી.સી.ભીમાણી, ડો.ધરમભાઇ કાંબલીયા, ડો.ધીરેન પંડયા તથા મુખ્ય હિસાબી અધિકારી કે.એન.ખેર, કોમ્પ્યુટર સેન્ટરના ડાયરેકટર ડો.એન.વી.જોબનપુત્રા તેમજ ઓડીટર લીનાબેન ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.