ગુજરાતને વિશ્ર્વ ફલક પર નામ અપાવનારા અલંગ શીપ બ્રેકીંગ યાર્ડનો આજે સ્થાપના દિવસ

ભાવનગર તા,13
અનેક પ્રકારની વિટમ્બણાઓ અને કઠણાથીઓનો સામનો કરી અડીખમ ઉભેલો અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ આજે તેનો 3પમો જન્મદિવસ ઉજવીને 36માં વર્ષમાં પ્રવેશી રહ્યો છે. વર્ષ દરમ્યાન સરેરાશ 300 જેટલા જહાજો ભાંગીને ભારતની સ્ટીલ રોલીંગ મીલો સહિત અનેક પ્રકારના ઉદ્યોગોને લાખો ટન કાચો માલ પુરો પાડી પ4000 જેટલા લોકોને સીધી અને આડકતરી રીતે રોજી રોટી આપનારો આ ઉદ્યોગ ગુજરાતના અર્થકરણની જીવાદોરી સમાન છે. રાજ્ય તેમજ કેન્દ્રને વરસે દહાડે 1પ3 કરોડ જેવી રેવન્યુ જનરેટ કરાવે છે. તેમ છતાં આ ઉદ્યોગ પ્રત્યે રાજ્ય અને કેન્દ્ર સરકારની કેટલીક નીતિઓ ઉદાસીનતા ભરી રહી છે. કોઇપણ અકસ્માત સર્જાય તો મહિનો મહિનો પ્લોટ બંધ રખાવી દેવામાં આવે છે. અલંગના વિકાસ માટે તેમાં કામ કરતા લોકોના કલ્યાણકારી કામો, તેઓને માટે વિજળી, રસ્તા, પાણી અને સફાઇ સેવા પુરી પાડવા માટે ‘અલંગ નોટીફાઇડ એરીયા ઓથોરીટી વર્ક કરે છે પરંતુ પાછલા 30 વર્ષમાં આ સત્તામંડળે કોઇ મહત્વની ભૂમિકા ભજવી નથી આ સત્તા મંડળના કોઇ અધિકારીઓ અલંગની કે અલંગમાં કામ કરતા મજુરોની સવલતો માટે કોઇ ખેવના દર્શાવતા જોવા મળ્યા નથી અત્યારે પણ આ સત્તા મંડળના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી તળાજાના પ્રોની અધિકારી પાસે છે પરંતુ તેઓ ભાગ્યે જ આ વિસ્તારની મુલાકાતે આવે છે. કામદાર રાજ્ય વિમા યોજના અર્થાત ઇ.એસ.આઇ.ની હોસ્પિટલ અહીં બનાવવા માટે ત્રણ ચાર વર્ષ પહેલા સરકારની મંજુરી મળી ગઇ છે. આને માટે બજેટરી જોગવાઇ પણ કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધીમાં આ હોસ્પિટલ બાંધવા અંગે પાશેરામાં પહેલી પુણી પણ મુકાઇ નથી એ તો રેડક્રોસ જેવી સંસ્થા કાર્યરત છે. તેથી 40 બેડની હોસ્પિટલ અહીં રેડક્રોસ દ્વારા ઉભી કરાઇ છે જેથી કોઇ અકસ્માત સર્જાય તો ઇજાગ્રસ્તને તાત્કાલીક સારવાર મળી રહે છે અને જરૂર જણાય તો રેડક્રોસની જ એમ્બ્યુલન્સ વાનમાં જ ભાવનગર હોસ્પિટલ સુધી પહોંચાડાય છે. તાજેતરમાં જ અસ્તિત્વમાં આવેલ અલંગ વિકાસ સત્તા મંડળએ આ વિસ્તારના 18 ગામોના 131 ચો.કિ. વિસ્તારનો ડેવલપમેન્ટ પ્લાન હવે તૈયાર કર્યો છે અને આ વિસ્તાર માટે ટી.પી.સ્કીમ પણ તૈયાર થઇ રહી છે. જેના કારણે આગામી વર્ષોમાં અલંગનો કદાચ વિકાસ જોવા મળશે.
ઓછામાં ઓછી સરકારી માળખાગત સવલતો અત્યંત આવશ્યક તેવી હોસ્પિટલનો અભાવ છતાં પર્યાવરણને ઉની આંચ ન આવે તે રીતે પાણી કોલસો કે લોખંડ જેવી ભુગર્ભ સંપન્નનો ઉપયોગ કર્યા ઓછામાં ઓછીમાં વિજળી વપરાશથી જહાજોનું કટીંગ કરી લાખોટન લોખંડ પ્રાપ્ત કરી શકાય છે આ વાત સરકારને પણ સમજાતા શિપો ભાંગવાના ઉદ્યોગ છોડી શીપ બાંધવાના ઉદ્યોગની માનસીકતાને વહેલા આપણા વડાપ્રધાન મોદી સાહેબની પ્રેરણાથી જાપાન સરકારે અહીં ‘જાયકા’ પ્રોજેકટ લઇને આવવાનું નિયત કરતા આગામી દિવસોમાં અલંગનું આધુનિકતાની એરણે અપગ્રેડેશન થશે. અલબત આજે પણ અલંગ વિશ્ર્વના નં.1 સેઇફેકટ અને ફુલી લેબર વેઇટીજ ઉદ્યોગ તરીકે મોટાભાગનો ઉદ્યોગ ગ્રીન પાર્ક બની ગયો છે.
એક સમયે અલંગ શીપ બે્રરીંગ યાર્ડને વિશ્ર્વનો સૌથી મોટો ‘ગે્રપયાર્ડ’ કહેનાર કેટલીક વિશ્ર્વસ્તરીય સામાજીક સંસ્થાઓએ આજે જેની કામગીરીના વખાણ કરવા પડે છે. ઉપરાંત અલંગ માટે અનેકો નેગેટીવ નોંધ ટપકાવનાર ન્યુયોર્ક ટાઇમ્સ, વોશિંગ્ટન પોસ્ટ અને ન્યુ હેરોલ્ડ ટ્રીબ્યુક જેવા સમાચાર પત્રોએ ‘સરકારની ઓછામાં ઓછી માળખાગત સવલતો મળવા છતાં લાખો લોકોને રોજી રોટી આપતા વિશ્ર્વમાં સૌથી મોટી મેન્યુઅલી ચાલતા ઉદ્યોગ તરીકે જેની સરાહના કરવી પડી તે ઉદ્યોગની શરૂઆતમાં તા. 13/2/83ના રોજ વેસલ પ્રકારનું પ્રથમ જહાજ ‘એમ.વી.કોરાટે જોગ’ મુળ હરિયાણાના અને મુંબઇ દારૂખાના વિસ્તાર મુંબઇમાં લોખંડનો ધંધો સંભાળતા શ્રી કાશીરામ ગોકળચંદ લાવ્યા હતા. આ જહાજી વાડાને ધમધમતો કરવામાં 198રમાં શીપ તોડવાના કુશળ કારીગરો તરીકે મુંબઇના દારૂખાના બજારમાંથી 13 શ્રમજીવીઓને ભાવનગરના શીપ બે્રકર શ્રી શિવલાલભાઇ દાઠાવાળા લાવ્યા હતા અને તેઓને રહેવા માટેની જગ્યા ન હોઇ ગેપનાથ મંદિરએ તેમના રહેવાની વ્યવસ્થા કરી હતી. આજે આ શીપ બ્રેકીંગ ખાડી ભાવનગર જીલ્લાની 90 જેટલી રોલીંગ મેટલો સહિત ભારતની મોટા ભાગની રોલીંગ મીલોને કાચો માલ પુરો પાડે છે અને દેશનું સૌથી મોટુ સેક્ધડ સેલ માર્કેટ બની ગયું છે અનેક સ્પીડબ્રેકરો છતાં ભારત અને વિશ્ર્વના અનેક શહેરોને સાંકળી રહ્યું છે. રાજ્ય-રાષ્ટ્ર અને વિશ્ર્વ સ્તરે બનતી કુદરતી હોનારતો સહિત અનેક પ્રકારની આવતી વેળા વિશ્ર્વ બંધુત્વની ભાવનાથી માણસોની પડખે ઉભા રહેનાર અલંગ શીપ બ્રેકીંગ એસો.એ વિશ્ર્વ સ્તરે ભાવનગરની એક આગવી પરખ ઉભી કરી છે.
અલંગના 35માં જન્મદીન નિમિત્તે
એક સમય હતો. અલંગના મજુરોને અર્ધી કલાક ચાના રીસેષ માટે પણ હડતાલ પાડવી પડતી હતી. એટલું જ નહી પરંતુ આ વિવાદના સમાધાન માટે શિપ બ્રેકરો સાથે સમાધાનની ફોર્મ્યુલા નિયત કરવા અલગ સોસીયા શીપરી સાયકલીંગ એન્ડ જનરલ વર્કસ એસો.ના હોદ્દેદારોને છેક મુંબઇથી દોડવું પડતુ અને અલંગ ખાતેના યુનિયન નેતા રામ પટેલ(મો. 98258 36596)ને હીરો બનાવી દેવામાં આવતો પરંતુ આજે પરિસ્થિતિ અલગ છે. આજે અલંગમાં વર્ક કરતા મોટાભાગના પ્લોટસ પૈકીના પ4 કરતા પણ વધુ પ્લોટ ગ્રીન પ્લોટ બની ગયા છે. કટીંગથી માંડી તમામ પ્રકારના સાધનો સેફટી સાધનો અને પાકી સરફેસ સહિતનો એક પ્લોટ નાનો હોય તો પ0-72 લાખના ખર્ચે તૈયાર થાય અને મોટો પ્લોટ હોય તો દોઢથી બે કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્લોટમાં કામ કરતા શ્રમજીવીઓને ચેકથી પગાર કરવા સહિત પીએફ, રજા, હેલ્થ સેન્ટર અને કેટલાક પ્લોટ ધારકોએ તો શ્રમજીવીઓને બે ટાઇમ ચા પાણી નિ:શુલ્ક આપવાનું શરૂ કરેલ છે. મોટાભાગના પ્લોટોમાં કહે છે કે કંપનીના સંકુલમાં જ મેસ કેન્ટીન અને હેલ્થ સેન્ટરની સવલત આપવામાં આવે છે. મોટાભાગના પ્લોટ સીસીટીવી કેમેરા અને સિકયુરીટી વ્યવસ્થાથી સજજ કરવામાં આવ્યા છે. જ્યારે પણ રાજ્ય પર્યાવરણ, કેન્દ્રીય પર્યાવરણ કે કેન્દ્રની કોઇ સર્વે સોનીટરીંગની ટીમ આવે તો માલીકો ખેલદીલીપૂર્વક તેઓના મુલાકાત મજુરો સાથે કરાવે છે. સુપ્રિમ કોર્ટ દ્વારા રચાયેલ ઇન્ટરમીનીસ્ટ્રીયલ કમીટીના 30 સાથો તબકકાવાર વીઝીટ કરે છે. સેફટી, હેલ્થચેકઅપ, બ્લડ ડોનેશન કેમ્પ, રસિકરણ કેમ્પ, અને ફિલ્મ શો જેવા કાર્યક્રમો કામદારો માટે યોજાયો મુકાદમ, સેફટી સુપરવાઇઝર, ડ્રાઇવર, ગેસકટર, જેવા ચૌદ જાતની વિવિધ ટ્રેનીંગ પ્રોગ્રામ કામદારો માટે કરાય છે. ઉપરાંત પર્યાવરણ હાનીકારક કચરાના નિકલની પણ પુરતી ટ્રેઇનીંગ અપાય છે. વિશ્ર્વ ફલક પર ગુજરાતને આગવી ઓળખ અપાવનાર અલંગશીપ બ્રેકીંગ યાર્ડનો આજે 35મો સ્થાપના દિવસ.    (વિપુલ હિરાણી)