મોહન ભાગવત પણ મોટી મોટી કરવામાં મોદીના રવાડે? । તંત્રી લેખ


આરએસએસના વડા મોહન ભાગવતજીએ ભારે કરી! જો મળતા અહેવાલો સત્ય હોય તો તેમનું નિવેદન આશ્ર્ચર્ય અને આઘાત આપનારું છે. એમના કહેવાનો સીધો અર્થ એમજ થાય છે કે, સંઘ લશ્કરનું કામ સંભાળી શકે તેમ છે. જે કામ કરતાં લશ્કરને છ થી સાત મહિના લાગે, એ સંઘ ત્રણ દિવસમાં કરી શકવાની ક્ષમતા ધરાવે છે. ભાષણમાં બોલી તો ગયા પણ એક છટકબારી પણ રાખી દીધી. તેમણે કહ્યું કે, સંઘના સ્વયંસેવકો મોરચો સંભાળવા તૈયાર થઈ જશે, જો સરહદો પર કટોકટીભરી સ્થિતિ પેદા થશે અને જો બંધારણ મંજૂરી આપશે તો! બાકી, સંઘના સ્વયંસેવકો તો રોજનું લશ્કરી શિષ્ટ જાળવીને જ જીવે છે! હવે મોદી સંઘને સરહદો સોંપી દે એટલી જ વાર છે!
સંઘનું પૂરું નામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, અને એ એક સાંસ્કૃતિક સંગઠન છે. બીજી તરફ સંઘ એ ભારતીય જનતા પક્ષની પૈતૃક સંસ્થા પણ ગણાય છે. જનસંઘ એ તેમનો પહેલો રાજકીય પક્ષ હતો, જે પાછળથી ભાજપ બન્યો.
આ અગાઉ પણ મોહન ભાગવતનાં ઘણાં સારાં નિવેદનો રાજકીય પક્ષો અને દેશની જનતાની સમજમાં નથી આવ્યાં. ભલે હમણાં તેમણે નગાયથને પારેવડાંની વચ્ચે મૂકવા જેવું કહ્યું હોય પણ દેશની મહિલાઓએ ઘણાં બાળકો પેદા કરવાં જોઈએ અને ચોર-લૂંટારાઓથી લૂંટાયેલા લોકોને નપાછા લાવવાથ અંગે કરેલાં નિવેદનોએ લોકોનું ધ્યાન દોર્યું જ છે. પણ તેમના કહેવાના અર્થ નહોતા સમજી શકાયા એ અલગ વાત છે. અત્યારના નિવેદન પરથી પણ લોકોને એમ લાગશે જ સંઘના વડાએ જે ઓફર મૂકી છે એ દેશ માટે એક મોટી તક છે. ઘણા વાંકદેખા તેને નકારાત્મક રીતે જોશે.
ભાગવતજીએ બતાવેલી સરહદો સંભાળવાની તૈયારી પાછળ ચોક્કસ ગણતરીઓ હશે, અને એ દેશહિતમાં જ હશે! ચાલો, થોડી કલ્પના કરી જોઈએ. પહેલું કારણ તો એ હશે કે, દેશભક્તિ કાંઈ વેચાતી ન લેવાય. સંઘના સ્વયંસેવકો કંઈ લશ્કરના જવાનોની માફક પગાર નથી લેવાના. એટલે દેશની તિજોરી પરથી કેટલો બોજો ઓછો થઈ જાય! એ નવન રેન્ક વન પેન્શનપની માગણી સાથે હડતાળ પર પણ નહીં ઊતરે! દેશનું રક્ષણ નિ:શુલ્ક રીતે થતું હોય તો લશ્કરની જાળવણી પાછળ આવડો ખર્ચ શા માટે કરવો જોઈએ?
મોહન ભાગવતની વાતો હંમેશાં પ્રેરક રહી છે, એ પોતાના વિચારો, દૃષ્ટિકોણ અને કર્તવ્યમાં હંમેશાં સંયમિત રહ્યા છે. મુઝફરપુરમાં તેમણે કરેલી વાતનાં મૂળ તો છેક નાગપુરના અધિવેશનમાં રોપાયાં હશે!
જોકે આમ પણ સંરક્ષણ નિષ્ણાંતો કકળાટ કર્યા જ કરતા હતા કે, મોદી સરકાર સંરક્ષણ માટેનાં સાધનો ખરીદવામાં જરા પણ ઉતાવળ નથી કરતી. હવે તેમનાં મોઢાં પણ સીવાઈ જશે અને સરકાર નવી તોપ, નવા મિસાઈલ્સ અને તેના જેવાં બીજાં અન્ય સાધનોની ખરીદીની જવાબદારીમાંથી છૂટી જશે! અને હવે તો સંરક્ષણ સાધનોમાં બદલાવ આવી જશે. લાઠી સાથેના સજ્જ સંઘના સ્વયંસેવકોની જરૂરિયાત પણ જુદી જ હશેને? એસોલ્ટ રાઈફલ જેવી નએસોલ્ટ લાઠીથની હવે જરૂરત રહેશે. પછી લશ્કરના વડાઓને શીખવા મળશે કે, આપણા પક્ષે ઓછી જાનહાની સાથે દેશનું રક્ષણ કઈ રીતે થઈ શકે! અને સંઘ કબજો લઈ લે એટલે સ્વતંત્રતાથી આજ દિવસ સુધી વિદેશી ટેક્નોલોજી પર રહેલો આધાર દૂર થઈ જશે. હવે શાસ્ત્રોમાં વર્ણવાયેલા વૈદિક સાધનોથી કામ ચાલી જશે! સૌથી વધારે લશ્કર પર સરકારને માનવાનો બોજ હતો હવે સરકારે સંઘનું માનવું પડશે. જો માનતા હોઈએ કે, મોદીની જોહૂકમી વધારે છે... તો એ દૂર થઈ જશે! ઠીક છે આ બધી વાત હકીકત એ છે કે સામાન્યપણે સંયમ રાખતા ભાગવતજીની જીભ લપસી છે, એ પણ હકીકત સંઘને દેશભક્તિની સર્ટિફિકેટની જરૂર નથી.
કૉંગ્રેસ ખોટો ઊહાપોહ કરે છે કે, વડા પ્રધાને સંઘના વડાએ વહેતા કરેલા વિચાર અંગે સ્પષ્ટતા કરવી જોઈએ, અને લશ્કરના અપમાન બદલ સંઘના વડાએ માફી માગવી જોઈએ... કૉંગ્રેસ તો બચી ગઈ કહેવાય. મોદી કૉંગ્રેસ મુક્ત ભારતની ઝુંબેશ ચલાવે છે, સંઘના વડાએ તો નલશ્કર મુક્તથ ભારતની લાગણી દેશભરમાં ફેલાવી દીધી! સંઘના મુખ્યાલયે સ્પષ્ટતા કરવામાં વિલંબ કર્યો કે, ભાગવતજીનો કહેવાનો મતલબ તમે સમજો છો તેવો નથી! એમને પૂછો તો ખરા!