આ વર્ષે કેરીની સીઝનમાં પણ સમયનો ભારે કાપ રહેશે

અમદાવાદ તા.13
જેના વગર મધુરમ અધુરમ લાગે તેવી ફળોમાં રાજા ગણાતી અને સ્વાદના શોખીનોને દાઢે વળગી જતી સોરઠની મઘમઘતી સોડમદાર કેસર કેરી તેમજ દક્ષિણ ગુજરાતની હાફૂસ કેરીની સીઝન એક મહિનો મોડી થવાના માઠા સમાચાર મળી રહ્યા છે.
ઉતાવળે આંબા ન પાકે... તે કહેવત અનુસાર કેસર અને હાફૂસ કેરીના આંબા પાકતા છેક મે મહિનાનો અંત આવી જશે. અલબત, સ્થાનિક બજારોમાં તળ5દા શબ્દ ખાખડીથી ઓળખાતી કાચી કેરી આવવા માંડી છે. 5રંતુ કુદરતી રીતે પાકેલી સાંખ ખાવા માટે લોકોને માંડ એકાદ માસનો સમય મળશે.
ગુજરાતમાં કેરીની બે જાત સૌથી વધુ પ્રચલિત છે. સોરઠ અને સૌરાષ્ટ્રમાં પાકતી કેસર કેરી અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પાકતી હાફૂસ કેરી સૌથી વધુ ખવાય છે. વાતાવરણની વિ5રીત અસરના કારણે આ બન્ને પ્રકારની કેરીની સીઝન મોડી ચાલી રહી છે. વાતાવરણ પ્રત્યે કેરીનો પાક ખુબ જ સંવેદનશીલ હોય છે. જરા અમથા બદલાવથી પાકની ગુણવત્તા અને ઉત્પાદન ઉ5ર મોટી અસર 5ડે છે.
કેસર કેરી અંગે વિગતો આપતા જૂનાગઢ કૃષિ યુનિવસટીના બાગાયત સંશોધન કેન્દ્રના વૈજ્ઞાાનિક ડો.આર.આર.વિરડિયા કહે છે કે, હાલ મગીયા અને વટાણા જેવડા ફળ થયા છે. છેક ફેબુ્રઆરી માસમાં ફ્લાવરીંગ શરૃ થયું હતું. માટે કુદરતી રીતે પાકેલી સાંખ બજારમાં આવતા મે મહિનાનો અંત આવી જશે.
સામાન્ય રીતે એપ્રિલ માસથી કેસર કેરી બજારમાં આવી જતી હોય છે. બીજી તરફ જૂન માસમાં વરસાદ શરૃ થઇ જતો હોય છે. જેથી કેસર કેરીની સીઝન માંડ એકાદ માસ ચાલશે. કેસર કેરી ઉ5ર હાલ વારંવાર 5લટાઇ રહેલા વાતાવરણની માઠી અસર વર્તાઇ છે. અચાનક જ વરસાદ, ઠંડી અને ગરમીના કારણે કેરીનું બંધારણ યોગ્ય રીતે થઇ રહ્યુ નથી. પાંદડા ખરી જવાની સમસ્યા અને ભૂકીછારા જેવા રોગ દેખાઇ રહ્યા છે.
હાફૂસ કેરીની હાલત વિશે નવસારી કૃષિ યુનિવસટીના મેંગો રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાાનિક ડો.ડી.કે.શર્માના જણાવ્યા અનુસાર આંબામાં હાલ ફ્લાવરીંગ ચાલી રહ્યુ છે. સામાન્ય સંજોગોમાં જાન્યુઆરીમાં ફ્લાવરીંગ થઇ ગયું હોય છે.
હવે હાફૂસ છેક જૂન માસના બીજા સપ્તાહમાં બજારમાં આવવાની શક્યતા છે. જ્યારે જૂલાઇમાં તો નિશ્ચિત રૃપે ચોમાસુ શરૃ થઇ જતુ હોવાથી હાફૂસની સીઝન તો માંડ 15-20 દિવસ કે વધીને એક માસ ચાલશે. હાફૂસમાં હજુ સુધી વાતાવરણની કોઇ પ્રતિકુળ અસર થયાનું બહાર આવ્યું નથી.
કેરીની સીઝન 5હેલા બજારમાં કાચી કેરી આવવા માંડે છે. ખાખડી તરીકે ઓળખાતી કાચી કેરી ભોજનમાં સંભારા તરીકે તેમજ થોડી મોટી થયા બાદ અથાણા બનાવવામાં ઉ5યોગમાં લેવાય છે. આ ઉ5રાંત ભેળ, પાણી-પુરી કે નાસ્તામાં 5ણ ખટ્ટમીઠી ખાખડી ખુબ જ ખવાય છે. જો કે હાલ ફક્ત સ્થાનિક બજારોમાં જ જોવા મળતી આ ખાખડીની કિંમત રૃ.100થી 150 પ્રતિકિલો જેટલી ઊંચી છે. રત્નાગીરી એકાદ મહિનામાં બજારમાં
મહારાષ્ટ્રના દેવગઢ વગેરે વિસ્તારમાં પાકતી અને રત્નાગીરી તરીકે જાણીતી કેરી હવે એકાદ માસમાં બજારમાં જોવા મળે તેવી શક્યતા છે. બાગાયત વૈજ્ઞાાનિકોના મતે કુદરતી પ્રક્રીયાના ભાગરૃપે આ કેરી વહેલી આવે છે. મહારાષ્ટ્રથી દક્ષિણ ભારત સુધીના 5ટ્ટામાં ચોમાસાનું વહેલુ આગમન થાય છે તથા ચોમાસુ વહેલા પુરૃ થઇ જાય છે.
માટે કેરીમાં ફ્લાવરીંગ, ફળોનું બંધારણ અને કા5ણી અવસ્થા સુધીનો વિકાસ વગેરે પ્રક્રીયા ગુજરાત કરતા વહેલી ચાલે છે. માટે રત્નાગીરી કેરી વહેલી બજારમાં આવે છે. આ કેરી 5ણ ગુજરાતમાં સારી એવી ખવાય છે. હાફુસ કેરી
તો 1પ-ર0 દિવસ પુરતી જ મળશે વહેલો પાક લેવા જોખમી કેમિકલનો ઉ5યોગ!
નિયમ સમય કરતા વહેલી કેરી 5કાવીને ઉંચો ભાવ મેળવી લેવાની લ્હાયમાં ઘણા બાગાયતકારો કલ્ટાર નામના જોખમી કેમિકલનો ઉ5યોગ કરતા થઇ ગયા છે. તેનાથી આંબામાં વહેલી કેરી આવવા માંડે છે. આ ઉ5રાંત કાચી કેરી ઉતારીને કાર્બાઈડ જેવા 5દાર્થો દ્વારા 5ણ કેરી 5કાવવામાં આવે છે. આ બન્ને કેમિકલના ઉ5યોગથી પાકેલી કેરી ખાવાથી લોકો અનેક રોગનો ભોગ બની શકે છે. જો કે આવી રીતે પકાવેલી કેરીનો રંગ જ ફક્ત કેસરી થાય છે, બાકી તેમાં સ્વાદ કે સોડમ હોતા નથી.