દેશ અમિતાભ પાછળ પાગલ છે, એટલે મારી દરેક ફિલ્મમાં તેમની હાજરી છે

મુંબઇ તા.13
આર.બાલ્કીનું કહેવું છે કે દેશ અમિતાભ બચ્ચન પાછળ પાગલ છે અને એમાં તેમનો પણ સમાવેશ છે. આર.બાલ્કીની પહેલી ફિલ્મ ‘ચીની કમ’થી ‘પેડમેન’ સુધીની તમામ ફિલ્મમાં એક બાબત કોમન છે અને એ છે અમિતાભ બચ્ચનની હાજરી. આ વિશે પૂછતાં આર.બાલ્કીએ કહ્યું હતું કે ‘હું અમિતાભ બચ્ચન પાછળ પાગલ નથી, આપણો દેશ અને હું આપણા દેશનો એક પાર્ટ છું. મારી ‘પેડમેન’માં પણ તેમણે નાનકડી ભુમિકા ભજવી છે. આ ફિલ્મ જોયા બાદ તેમની હાજરી કેટલી મહત્વની છે એનો તમને અહેસાસ થશે. મને ખબર છે કે લોકો મને હંમેશા કહે છે કે હું કોઇપણ રીતે ફિલ્મમાં તેમને લઇ આવું છું, પરંતુ તેમની હાજરી દરેક ફિલ્મમાં ખુબ જ મહત્વની હોય છે.’