મુંબઈમાં સ્લમ એરિયાના ઘરોને કલર કરવાના પ્રોજેક્ટ પર આમીર વારી ગયો


મુંબઈ તા.13
આમિર ખાનનું કહેવું છે કે ‘મિસાલ મુંબઈ’ ખૂબ જ અદ્ભૂત ઈનિશ્યેટિવ છે. મુંબઈના એર આર્ટિસ્ટ રૂબલ નેગીએ બાંદરા (વેસ્ટ)માં આવેલી ઝફરબાબા કોલોનીમાં આવેલા સ્લમ એરિયાના 285 ઘરને કલર કર્યો છે. રૂબલ નેગીએ આટર્સ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ, લોકલ અને સ્લમ એરિયામાં રહેતા લોકોને પેઈન્ટિંગ વર્કશોપ દ્વારા ટ્રેઈન કર્યા હતા. રૂબલ નેગીએ આટર્સ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ, લોકલ અને સ્લમ એરિયામાં રહેતા લોકોને પેઈન્ટિંગ વર્કશોપ દ્વારા ટ્રેઈન કર્યા હતા. રૂબલની સાથે અન્ય 25 વોલન્ટિયરે મળીને તેમણે 285 ઘરને કલરકામ કર્યું છે. આ માટે તેમને લોકલ પોલિટિશ્યનનો પણ સપોર્ટ મળ્યો હતો. ‘મિસાલ મુંબઈ’નો મુખ્ય હેતુ ગરીબોની રહેણીકરણી સુધારવાનો એટલે કે તેમના ઘરને કલર, વોટરપ્રૂફ બનાવવા અને રિપેર કરીને તેમની લાઈફને વધુ સારી બનાવવાનો છે. આમિરે આ વિડિયોને શેર કરતા ટ્વીટ કર્યું હતું કે ‘મિત્રો, મારી નજરમાં આ ઈનિશ્યેટિવ હાલમાં જ આવ્યો છે. આપણા માટે આ એક ખૂબ જ સારી ‘મિસાલ’ છે.