સિનેમાના બિઝનેસ પ્રત્યે સરકારની ઉદાસીનતાથી અભિનેત્રી રિચા ચઢ્ઢા ખફા

મુંબઇ તા.13
રિચા ચઢ્ઢાનું કહેવું છે કે સરકાર સિનેમાના બિઝનેસને કોઇ મહત્વ નથી આપી રહી. યુનિયન બજેટ પહેલી ફેબ્રુઆરીએ રીલીઝ કરવામાં આવ્યું છે પરંતુ એમાં બોલીવુડ માટે કોઇ સારા સમાચાર નથી. આ વિશે રિચા ચઢ્ઢાએ કહ્યું હતું કે ‘એન્ટરટેઇનમેન્ટ ટેકસ અને એકિઝબિટર્સ ટેકસ આપણા સિનેમાના બિઝનેસને મારી રહ્યો છે અને જાણીતી વાત છે. મને નથી લાગતું કે સરકાર સિનેમાના બિઝનેસને મહત્વ આપી રહી હોય. એના સોશ્યલ કેમ્પેન અને સત્ય ઇનિશ્યેટીવ માટે સેલીબ્રીટીઝને આમંત્રણ આપે છે, પરંતુ ટેકસને કારણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ કેટલું સહન કરવું પડે છે એની સામે એ આંખ આડા કાન કરે છે.’