જામનગરના દરિયામાંથી ખારું પાણી લઇને મીઠું પાણી બનાવવા સૂચન થયું

જામનગર તા.13
રાજયના પૂર્વ કાનુુનમંત્રી એમ.કે. બલોચએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, સરકારે સૌરાષ્ટ્ર (જામનગર)ના પીવાના પાણીની સમસ્યા અંગે ગંભીર બનવાની જરૂર છે. અત્યારના જમાનામાં તો દરિયાના ખારાં પાણીને ટેકનોલોજીની મદદથી મીઠું પાણી બનાવી ઉપયોગમાં લઇ શકાય છે, સરકારે આ દિશામાં વિચારવું જોઇએ.
તેઓએ પાણીની તંગીવાળા દેશો અને ગુજરાતના ઉદ્યોગોમાં દરિયાના પાણીના ઉપયોગના દાખલાઓ ટાંકી આ સૂચન કર્યું છે.
જામનગર મહાનગરપાલિકા સંચાલિત વી.એમ.મહેતા મ્યુ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો 45મો વાર્ષિકોત્સવ અને તેજસ્વિતા સન્માન સમારોહ તા.15 ફેબ્રુઆરીને સવારે 10 કલાકથી ટાઉનહોલમાં રાખવામાં આવ્યો છે જેમાં શિક્ષણ ઉપરાંત શિક્ષણોતર ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર કોલેજના વિદ્યાર્થી ભાઇબહેનોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે, એમ કોલેજના પ્રિન્સિપાલ ડો.જી.બી.સિંહ તથા સાંસ્કૃતિક ચેરમેન ડો.બી.જે.સોલંકીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.