જામનગરના એસપી-મ્યુ. કમિશનર સામે ગુનો નોંધવા માંગ

વકીલે લીગલ નોટીસ ફટકારવા સાથે મુખ્યમંત્રીને કરી રજુઆત
નોટીસને જવાબ દેવાને બદલે નિવેદન માટે વકીલને બોલાવી ભાંગરો વાટતો પોલીસ કર્મચારી
જામનગર તા.13
જામનગરમાં વકરેલી ટ્રાફિક સમસ્યા અને ગુજરાત હાઇકોર્ટના નો હોકિંગઝોનના તેમજ ટ્રાફિકના જાહેરનામાના અમલ થતાં નથી અને ક્ધટેમ્પટ ઓફ કોર્ટ થાય છે તથા નિયમો-કાયદાના ભંગ થાય છે તે માટે પોલીસ વિભાગ અને જામનગર કોર્પોરેશન જવાબદાર છે પરંતુ ભ્રષ્ટાચાર આચરી આ બન્ને વિભાગો ઠેર-ઠેર રેંકડી, પથારા રાખવા દે છે જેનું મસમોટું સેકશન બાંધેલું છે. તેવો ખુલ્લો અને બેધડક આક્ષેપ કરી હંમેશા ભ્રષ્ટાચારની પોલ ખોલનાર એડવોકેટ ગિરીશ એલ. સરવૈયાએ આ સ્થિતિ માટે જવાબદાર એસ.પી. અને મ્યુ. કમિશનર સામે ભ્રષ્ટાચાર અંગે ગુનો દાખલ કરવા મુખ્યમંત્રીને પણ લખ્યો છે. ભ્રષ્ટાચાર આચરી જામનગરના નગરજનો માટે ત્રાસદાયક સ્થિતિ ઉભી કરનાર જવાબદાર બન્ને મુખ્ય અધિકારી સામે ભ્રષ્ટાચાર અંગે ફોજદારી તેમજ લગત સત્તા વિભાગોમાં ગુનો દાખલ કરવા મુખ્યમંત્રી પાસે આધાર-પુરાવાઓ રજુ કરી એડવોકેટ ગિરીશભાઇએ મંજુરી માંગી છે. તેમજ લીગલ નોટિસ ફટકારી તો એસ.પી. કચેરીએ નોટિસ સીટી એ ડીવીઝનને લીગલ નોટિસ ફોરવર્ડ કરી તો તે પો. સ્ટેશનવાળાએ એડવોકેટને ફોન કરી કહ્યું તમારૂં નિવેદન લેવાનું છે. આવજો ત્યારે એડવોકેટે કહયું હે એ અરજી નથી લીગલ નોટિસ છે તેમાં નિવેદન ન હોય તમારે ખુલાસો કરવાનો હોય તો પોલીસ પણ ભોંઠી પડી.
આ પત્ર અને લીગલ નોટિસથી ખળભળાટ મચી ગયો છે કેમ કે, એડવોકેટ સરવૈયાએ અનેક વિભાગોમાંથી ભ્રષ્ટાચારના પર્દાફાશ કરી નાબુદ કરી નખશીખ અણીશુધ્ધ રીતે ન્યાય માટે જ લડતા રહી અનેક કિસ્સાઓમાં નિર્ણાયક અને દાખલારૂપ કામગીરી કરી હોય પોલીસ અને કોર્પોરેશન બન્ને વિભાગ મુંજાયા છે કે આ તો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો અને પ્રજાના વ્યાપક હિતના લડતના મંડાણ થયા છે.
સાથે-સાથે તેમણે ગૃહસચિવ, કલેકટર, જામનગર, કમિશનર જામ્યુકો અને એસ.પી. જામનગરને લીગલ નોટિસ પણ ફટકારી છે અને હવે કોર્ટમાં જાહેર હિતની અરજી કરનાર છે. લોકોની સુખાકારી માટે ગુજરાત હાઇકોર્ટે જામનગરમાં 14 નો હોકિંગઝોન જાહેર કર્યા છે. તેમજ ભારે વાહનો જેમાં ટ્રકો અને ખાનગી કંપનીની બસોને ગામમાં કયારે પ્રવેશવું અને કયારે ન પ્રવેશવું તેમજ કેટલી સંખ્યામાં પ્રવેશવું તે માટેના સક્ષમ ઓથોરિટીએ જાહેરનામા બહાર પાડયા છે. પરંતુ તે હાઇકોર્ટના હુકમના પાલન થતા નથી અને દરબારગઢ, શાકમાર્કેટ, બર્ધનચોક, ચાંદીબજાર, હવાઇચોક વગેરે તમામ નોટીફાઇડ એરિયા આ પોલીસ અને કોર્પોરેશનની મીઠી નજર, ભાગ બટાઇ અને સેકશન પધ્ધતિના કારણે રેંકડી-પથારાઓ-કેબિનો મળી એક હજાર જેટલા અડચણ ટ્રાફિક માટે છે જેની એસ.પી. અને કમિશનરને ખબર જ છે તેમ પણ એડવોકેટ સરવૈયાએ જણાવ્યું છે.