ગિરિવરની તળેટીમાં જટાધારી-અલગારી સાધુઓનું આકર્ષણ

જૂનાગઢમાં ગરવા ગિરિવરની ગોદમાં ભવનાથ તળેટીમાં ચાલી રહેલા મિનિકુંભ સમાન મહાશિવરાત્રીના મેળાનો આજે અંતિમ દિવસ છે અને આજે મધરાત્રે દિગંબર સાધુઓના રવેડી અને મૃગીકુંડમાં મહાસ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થનાર છે તે પૂર્વે આજે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઊમટી પડતા ભવનાથ તળેટી હર.. હર.. મહાદેવના નાદથી ગૂંજી રહી છે ત્યારે દેશભરમાંથી પધારેલા સાધુ-સંતો પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે શિવરાત્રીના મેળાની સાચી ઓળખ સમાન જટાધારી અલગારી સાધુઓની વિવિધ પ્રકારની જટા અને સાધુઓની અદા પણ લોકોમાં આકર્ષણ જમાવી રહી છે. ઠેર-ઠેર રાવટીઓમાં જટાધારી સાધુઓના ધૂણા અને ચલમની ચુસ્કીના કારણે તળેટીમાં જાણે અલૌકિક વાતાવરણ સર્જાયું છે અને ભાવિકો તેનો નિજાનંદ માણી રહ્યા છે. (તસ્વીર: મિલન જોશી)