ગીત સાથે ગાર્બેજ કલેક્શનનો રચનાત્મક પ્રયોગ

સ્વચ્છાગ્રહના એમ્બેસડર પ્રફુલાબેનનો આ અખતરો કોર્પો.એ અપનાવવા જેવો
‘ટીપરવાન સીટી વગાડે એને બદલે ગીત વાગે, ને લોકો કચરો આપવા આવે એવો ઉદેશ’
રાજકોટ તા.12
‘ચિત્ર નગરી રાજકોટ કી શાન પૂરાની હૈ,
સબસે સાફ શહેર કી સબ પહેંચાન બનાની હૈ,
રાજકોટીયન્સ આમ તો હંમેશા કાંઈક અલગ કરવા માટે તત્પર રહેતા હોય છે અને નાની વાતમાંથી એક અખોની અને મહત્વની શીખ આપવામાં તો જાણીતા છે જ. બોલબાલા ટ્રસ્ટના અન્નક્ષેત્ર, શબવાહિનીમાં વાગતા ગીત સાંભળીને ટીપરવાન માટે ગીત બનાવવાનો વિચાર આવ્યો અને બનાવ્યું એક ગીત. જી હા, શાળા નં.52માં ફરજ બજાવતા શિક્ષીકા પ્રફુલ્લાબેન ગોહેલને એક દિવસ વિચાર આવ્યો કે આ ટીપરવાન વાળાઓ સવારે સિટી વગાડતા હોય છે અને શહેરભરમાં ફરતા હોય ત્યારે સિટી વગાડીને તેમનુ પણ મોઢુ દુખી જાય ત્યારે સિટીના બદલે કોઈ અનોખો પ્રયોગ કરવામાં આવે તો ? બસ આ જ વિચારે તેમને એક ગીતનું નિર્માણ કરવા પ્રેરણા મળી.
‘ગુજરાત મિરર’ સાથે થયેલી વાતચિતમાં પ્રફુલાબેન ગોહેલે જણાવ્યું કે ટીપરવાનમાં સિટી વગાડવાના બદલે કાંઈક અનોખી રીત હોવી જોઈએ કે જેથી ગૃહિણીઓને ખબર પડે કે ટીપરવાન આવી ગઈ છે. એક દિવસ બોલબાલાના અન્નક્ષેત્રનું ગીત, શબવાહિનીમાં ચાલતી રામધૂન સાંભળીને થયુ કે ચાલો ટીપરવાન માટે એક ગીત બનાવીએ અને સ્વખર્ચે ગીતનું નિર્માણ કર્યું.
સ્વચ્છાાગ્રહ માટેના બનાવેલા આ ગીતમાં શાળા નં.52, 49, શેઠ હાઈસ્કૂલ અને જિલ્લા
તાલીમ ભવનના બહેનો છે. જ્યારે ગીતને હાર્દિક રાઠોડે સ્વર આપ્યો છે. વધુમાં જણાવ્યું કે
ગીતના નિર્માણમાં હિતેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણા નિમાવત, જીગ્મા પોરવાલ, ઉમાબેન દેવર્ષિ પાઠકનો સહયોગ મળ્યો છે. મંત્રીએ ગીત લોન્ચ કર્યું, સ્થાનિક નેતાઓએ વખાણ્યું
તા.1 થી 4 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા ફલાવર શો દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગીતનું લોન્ચીંગ કરાયુ છે. જ્યારે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, કલેકટર વિક્રાંત પાંડે, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ વખાણ્યું છે. યુ ટ્યુબ પર થયુ હીટ...
રાજકોટના પ્રફુલ્લાબેન ગોહેલે બનાવેલુ ગીત ‘સ્વચ્છ નગરી રાજકોટ’ને યુ-ટ્યુબ પર પણ નિહાળી શકાશે. આ ગીત સાંભળવા માટે યુ ટ્યુબ પર જઈ ‘સ્વચ્છ નગરી રાજકોટ’ સર્ચ કરવાથી સાંભળવા મળશે. એક અઠવાડિયા પહેલા યુ ટ્યુબ પર મુકાયેલા આ વિડીયો એક વખત નિહાળી ચૂકયા છે. શું છે આ વીડિયોમાં?
આ ગીતમાં રાજકોટને સ્માર્ટ સિટી, સ્વચ્છ બનાવવાની વાત સાથે ઘરે ઘરે કચરો લેવા આવતી ટીપરવાનમાં ભીનો કચરો, સુકો કચરો અલગ અલગ નાખવાનું પણ સમજાવ્યુ છે.