મૃત વ્યકિતના નામે રીન્યુ થતા કતલખાનાનાં લાયસન્સ...

મહાપાલિકાના અધિકારીઓ બેનકાબ, રાજકોટમાં 12 વ્યકિતઓના નામે જ કતલખાનાના લાયસન્સ છે, જેમાંથી છ વ્યકિતના મૃત્યુ થયા છે મૃત લોકોને ચોપડે જીવીત બનાવવા અધિકારીઓનું સેટીંગ? હદ થઈ હવે તો સરકારી બાબુઓ પશુ-પક્ષીઓના પમોતથના પૈસા પડાવે છે કતલખાનાથી લઈ લાયસન્સ સુધી હપ્તા સિસ્ટમ ક્ષ અનિરૂદ્ધ નકુમ
રાજકોટ, તા. 12
ગૌવંશ હત્યા પર પ્રતિબંધના કાયદાની અને જીવદયાની શેખી કરતા શાસકો ગેરકાયદે પશુ કતલ અટકાવવામાં વામણા પુરવાર થયાનું તો હવે જગ જાહેર છે, પરંતુ એ હકીકતથી પ્રજાજનો હજુ અજાણ છે કે, ખુદ મુખ્યમંત્રીના શહેર રાજકોટમાં કતલખાનાના લાયસન્સ મામલે પણ જબરૂ તિકડમ્ ચાલી રહ્યુ છે. રાજકોટમાં 12 વ્યકિતના નામે કતલખાનાનાં લાયસન્સ છે, જેમાંની 6 વ્યકિતના તો મૃત્યુ થઈ ગયા હોવા છતા અધિકારીઓ બેરોકટોક એ પરવાનાં રીન્યુ કરી રહ્યા છે. વર્ષોથી આવુંહ લોલમલોલ ભાજપના નેતાઓના નાક નીચે ચાલી રહ્યું છે છતા કાં તો તેમને ગંધ જ નથી આવી, અથવા તો નાક આડા કાન કરી રહ્યા છે!
રાજકોટમાં કતલખાનાના નામે ગોરખધંધાઓ ચાલી રહ્યા છે, પહેલા તો રાજકોટમાં તમામ કતલખાનાઓ ગેરકાયદે છે, તેમાં મોટા પાયે લોલમલોલ ચાલી રહ્યું છે ત્યારે આજે ગુજરાત મિરર આ મામલે વધુ એક ઘટસ્ફોટ કરી રહ્યું છે. રાજકોટ મહાપાલીકા કૌભાંડ કરવામાં નંબર-1 છે. ત્યારે વધુ એક કૌભાંડ બહાર આવ્યુ છે. કતલખાનામાં મહાપાલીકાના અધિકારીઓ કૌભાંડમાં સંડોવણી બહાર આવી રહી છે મહાપાલીકાના ઉચ્ચ અધિકારીઓ બેનકાબ થયા છે. શહેરમાં જે તે સમયે કતલખાનાના લાયસન્સ ઈસ્યુ કરવામાં આવ્યા હતાં. આ લાયસન્સમાં અધિકારીએ જબરૂ કૌભાંડ આચરી રહ્યા છે. રાજકોટમાં ફકત વર્ષો પહેલા 12 વ્યકિતઓને કતલખાના માટે લાયસન્સ ઈસ્યુ કરવામાં આવ્યા હતાં જેમાંથી 6 વ્યકિતઓના મોત નિપજયા છે.
છ વ્યકિતઓ વર્ષો પહેલા ગુજરી ગયા હોવા છતા હાલ રાજકોટ મહાપાલીકામાં ચોપડે તેઓ જીવીત છે. તેઓનાં જ નામે હજુ લાયસન્સ રીન્યુ કરવામાં આવી રહ્યા છે. મૃત લોકોને ચોપડે જીવીત બતાવ્યા અધિકારીઓએ જબરૂ સેટીંગ કર્યાની ચર્ચાઓ છે હવે તો હદ થઈ ગઈ સરકારી બાબુઓ પશુ-પક્ષીઓના નમોતથના નામે પૈસા પડાવે છે. રાજકોટમાં કતલખાનાથી લઈ લાયસન્સ સુધી હપ્તા સિસ્ટમ ધમાકેદાર ચાલી રહી છે.
વર્ષોથી આ કૌભાંડ ચાલી રહ્યું છે છતાંય શાસકો અને વિરોધ પક્ષ કેમ ચૂપ છે? અનેક લોકો આ પ્રકરણમાં સંડોવણી બહાર આવી શકે તેમ છે. કોના કહેવાથી આવળું મોટુ કૌભાંડ ચાલી રહ્યું છે.
હાઈકોર્ટની મંજુરી ન હોવા છતા કેમ અધિકારીએ કાયદા વિરૂદ્ધ કામગીરી કરી રહ્યા છે. શહેરમાં તમામ કતલખાનાઓનાં સંચાલકો કોને હપ્તા આપે છે તે અધિકારીઓ સાથે કોણ કોણ ભાગીદાર છે તે દિશામાં પણ હવે તે કમીશ્ર્નરે
ઝુંકાવું જોઈએ.
હાઈકોર્ટની ફાઈલ કોને ગુમ કરી છે શહેરમાં કતલખાનાઓ ગેરકાયદે ચાલી રહ્યા છે તો કયાં અધિકારીની સંડોવણી છે. બંધ કેમ નથી કરવામાં આવતા આ તમામ પાસાઓ ઉપર તપાસ થવી જરૂરી છે.
મારેલાના નામે મારવાનો જે પરવાનો ચાલી રહ્યો છે તે બંધ થાવું જોઈએ આ કૌભાંડ કરવામાં અધિકારીઓને દર મહીને
લાખો રૂપીયા મળતા હોવાનું બહાર આવ્યું છે. અધિકારી સામે પોલીસ ફરિયાદ થઈ શકે
રાજકોટ મહાપાલીકાના અધિકારીઓ મૃત વ્યકિતના નામે જે લાયસન્સ રીન્યુ કરી રહી છે તે મુદ્દે જે તે અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ પણ થઈ શકે તેમ છે ત્યારે આ પ્રશ્ર્ને જાગૃત લોકો પોલીસ સુધી પહોચી ફરિયાદ નોંધાવાતી તજવીજ હાથ ધરી રહ્યા છે. કમીશ્ર્નર કતલખાના મુદ્દે કેમ મૌન છે
રાજકોટમાં કતલખાનાઓ ગેરકાયદે છે. અધિકારીઓએ હાઈકોર્ટના ઓર્ડરની ફાઈલો ગુમ કરી છે તે ઉપરાંત મૃત વ્યકિતના નામે લાયસન્સ રીન્યુ કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓ આ પ્રશ્ર્ને કૌભાંડો ઉપર કૌભાંડો કરી રહ્યા છે. છતાંય તપાસના આદેશો આપવામાં કમીશ્ર્નર બંચ્છાનીધી પાની કેમ મૌન છે?
ભાજપના શાસકો કેમ કોઈ પગલા ભરતા નથી?
રાજકોટમાં કતલખાનાઓ ગેરકાયદે છે. હવે તો મૃત લોકોના નામે પણ લાયસન્સો રીન્યુ થઈ રહ્યા છે. ત્યારે વર્ષોથી રાજકોટ મહાપાલીકામાં ભાજપનું શાસન છે ત્યારે ભાજપના નેતાઓ કેમ ચૂવે છે? ભાજપ કેમ કાંઈ દરેક શકતી નથી તેવા અનેક સવાલો શહેરના જીવદયા પ્રેમીઓને સતાવી રહ્યા છે.
હાઈકોર્ટની ના છતાંય લાયસન્સ રીન્યુ કેમ થયા છે?
રાજકોટ મહાપાલીકા સંચાલીત કતલખાનાઓમાં 12 વ્યકિતઓને જે તે સમયે લાયસન્સ આપવામાં આવ્યા હતા પણ હાઈકોર્ટે કતલખાનાઓ ગેરકાયદે ગણાવતા ત્યાર બાદ તે લાયસન્સ યથાવત છે ફરીથી રીન્યુ કરવામાં આવી રહ્યા છે તો આ કૌભાંડમાં કયાં અધિકારીની સંડોવણી છે.