જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો જામ્યો, લાખોની મેદની, કાલે મુખ્યમંત્રીની હાજરી

જૂનાગઢ તા,12
જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં ચાલતા શીવરાત્રીના મેળામાં આજ સવાર સુધીમાં 4 લાખથી વધુ લોકો ઉમટી પડશે. તેવું જણાય રહ્યું છે. ગઈકાલે રવિવારની રજા હોવાના કારણે સવારથી જ માનવ મહેરામણ ભવનાથ તરફ ઉમટ્યો હતો અને બપોર બાદ જૂનાગઢના સ્થાનીક લોકો મેળામાં આવવા લાગતા હૈયે હૈયુ દબાય તેવી ચીક્કાર ભીડ મેળાના રૂટમાં જામી હતી. સાંજ સુધીના લગભગ સાડા ત્રણ લાખથી વધુ લોકોએ ત્રણ દિવસ દરમિયાન મેળાની મોજ માણી હોવાનું જાણવા મળેલ છે.
ભક્તિ, ભજન અને ભોજનના ત્રીવેણી સંગમ સમાન ભવનાથના શિવરાત્રી મેળામાં આજે શહેરના સ્થાનીક લોકો કાલે બપોરથી જોડાતા મેળામાં જતાં વાહનોને બપોર બાદ જ રોકી દેવામાં આવ્યા હતા અને પરમીટ વગરના વાહનોને ભરડાવાવ અને ગિરનાર દરવાજા પાસે રોકી દેવાતા લોકોમાં ખચવાટ વધયો હતો. જોકે, પરમીટ વગરના વાહનોને સાંજના 6થી સવારના 6 દરમિયાન તંત્ર દ્વારા બંધ કરી દેવાની જાહેરાત અને સુચનાઓ અગાઉથી અપાય હતી પરંતુ મેળામાં એકાએક માનવ મહેરામણ વધતા વાહનોને ગઈકાલે બપોર બાદ જ રોકી દેવામાં આવ્યા હતા.
જૂનાગઢમાં ભવનાથના શિવરાત્રી મેળામાં રવિવારની માનવ મેદનીએ રેકોર્ડ તોડ્યો છે અને શીવરાત્રી સુધીમાં આવો જ પ્રવાહ લોકોનો રહ્યો તો શીવરાત્રી સુધીમાં 10 લાખથી વધુ લોકો ઉમટી પડશે તેવું જણાય રહ્યું છે ત્યારે શિવરાત્રીના દિવસે સાંજે મુખ્યમંત્રી ભવનાથ મેળામાં આવતા હોય તેના આગમનને કેવી રીતે શરળ બનાવી શકાય તે માટે અધિકારીઓ અત્યારથી જ વિચારતા થયા છે.
દર વર્ષની જેમ આ વર્ષે મેળામાં ભારતભરમાંથી દિગમ્બર સાધુઓ આવી પહોંચ્યા છે અને ચલમની શેર સાથે ધુણા ધખાવી સાધનામાં બેસી ગયા છે. મેળામાં આવતા પ્રત્યેક લોકો આ દિગમ્બર સાધુઓના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.
મેળામાં નાના-મોટો 100 જેટલા અન્નક્ષેત્રો ચાલી રહ્યા છે જેમાં યાત્રાળુઓ માન સાથે ભાવતા ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે તો બીજા નાના-મોટી સંસ્થાઓ, મંદીરો દ્વારા યાત્રાળુઓની સગવડ માટે ચા-નાસ્તા, ઠંડી છાસ તથા પીવાના પાણીના વિતરણ કરવામાં આવી રહ્યા છે.
મોટાભાગના મંદિરો અને ઉતારાઓમાં ભજન અને સંતવાણીનો ભરચકક કાર્યક્રમો ગોઠવાયા છે. ભજન રસીયાઓ રાત દિવસ રાત સંતવાણી માણી રહ્યા છે.
પોલીસ તંત્રની રાખી બંદોબસ્તના કારણે હજુ સુધી કોઈ અનીચ્છનીય જાપ બનાવ નોંધાયો નથી. વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે ખુબ જ સારી વ્યવસ્થા ગોઠવાય છે. મનપા તંત્ર દ્વારા સફાઈ, ફાયર, માહિતી કેન્દ્ર અને પાણી, લાઈટ સુવિધા પુરી પાડવા માટે કર્મચારીઓને એટાઉન્ડ ધી કલોક ફરજમાં જોડાયા છે.