શિવ શબ્દનો અર્થ કલ્યાણ : કાલે શિવરાત્રી

રાજકોટ તા,12
જેમ ગુરૂ શબ્દનો અર્થ અંધકારમાંથી પ્રકાશ તરફ જવું એવો બને છે તેમજ ભાવ શબ્દનો અર્થ કલ્યાણ થાય છે. મહાવદ-14ના દિવસે મહાશિવરાત્રી હોય છે. મહાશિવરાત્રીના પ્રહરોની પ્રભુનું વિશેષ મહત્વ હોય છે. તા.13ના રાત્રે 11-34 મિનિટથી ચૌદસ તિથીનો પ્રારંભ થાય છે. જે 14/02ના રાત્રીના 12/46 મિનિટ સુધી છે.
મહાશિવરાત્રી નિશિથકાળથી પ્રભ 51 મિનિટની છે જે ખુબ મહત્વની છે. મહાશિવરાત્રીના ચાર પ્રહરથી પૂજા થાય છે જેમાં પ્રહર 1 સાંજે 6:5 મિનિટથી 9:20 સુધી, પ્રહર - 2 રાત્રે 9:21થી 12:35, પ્રહર-3 રાત્રે 12:36થી 3:49, પ્રહર-4 વહેલીસવારે 3:15થી 7:04 સુધી મહાશિવરાત્રી ભગવાન શિવનો સાક્ષાત દર્શન જૂનાગઢના શિખ રાત્રીના મેળામાં દર્શન થાય છે. તેવું ભકતોનું માનવું છે. ભગવાન મહાદેવને પ્રશન્ન કરવા માટે શિવરાત્રીનો ઉપવાસ કરવો મૃત્યુંજયમંત્ર-પંચાક્ષર મંત્રના જાપ કરવા, રૂદ્રાઅભિષેક કરવો, મહારૂદ્ર યજ્ઞ કરાવવો. બિલ્વપત્ર ચડાવવા તેમજ શિવમંદિરે દિપમાળાનું પણ મહત્વ છે.
મહાશિવરાત્રીના દિવસે જગતના કલ્યાણ માટે મહાદેવે સમુદ્ર મંથનમાંથી નિકળેલ કાલકેતુ નામનુ ઝેર પિધેલુ એટલા માટે ભકતો પ્રસન્ન થઈ જે લોકોની જેવી શક્તિ એવા દ્રશ્યો લઈને ભગવાનનો અભિષેક કરે છે.
ગ્રહોની પીડાનુ નિવારણ શનિ-ચંદ્ર વિષયોગ રાહુ-શનિ શ્રાપીતયોગ - ગુરૂ-રાહ ચાંડાલયોગ - રાહુચંદ્ર ગ્રહણયોગ વગેરે દુષીત યોગોના નિવારણ અર્થે વિધી-વિધાન કરી શકાય.
મહાશિવરાત્રીના દિવસે શિવતત્વ-જીવતત્વની સૌથી નજદિક આવી જાય છે. રૂદ્રાભિષેક કયા દ્રવ્યથી કયા ફળની પ્રાપ્તિ
શ્રાવણ મહિનામાં અલગ-અલગ દ્રવ્યના દૈનિક અભિષેકથી ભકતને અલગ-અલગ ફળની પ્રાપ્તિ થાય છે તેમ શિવપુરાણ, નિર્ણયસિંધુમાં જણાવાયું છે. દ્રવ્ય ફળની પ્રાપ્તિ
જળથી સર્વત્રપ્રેમની પ્રાપ્તિ
શેરડીના રસથી લક્ષ્મી-ધનની પ્રાપ્તિ
ગાયના પીથી એશ્ર્વર્યની પ્રાપ્તિ
તીર્થના જળથી પિતૃ કૃપાની પ્રાપ્તિ
સરસવના તેલની શત્રુઓનો નાશ
દહીંથી ગૃહ-મકાનની પ્રાપ્તિ
અક્ષતાથી સંતાન પ્રાપ્તિ
બિલ્વપત્રથી ધન, આરોગ્ય
જવથી ત્વરિત વિવાહ યોગ
દુર્વા દીર્ઘ આયુષ્ય મળે છે
મધથી યશ, પદ, પ્રતિષ્ઠા
દૂધ-હળદરથી સર્વત્ર સન્માન મળે
દ્રાક્ષના રસથી દરિદ્રનો નાશ થાય
વિજયભાઈ જોષી (ગજાનન આશ્રમ-માલસર)