‘પેડમેન’ના મેકર્સ સામે સ્ક્રીપ્ટમાંથી સીન ચોરી કર્યાનો લેખકનો આક્ષેપ


મુંબઇ તા.1ર
અક્ષય કુમારની ફિલ્મ પેડમેન ને ક્રિટિક્સના સારા રિવ્યૂ મળી રહ્યા છે, પરંતુ હવે ફિલ્મ કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. એક લેખકે ફિલ્મ મેકર્સ પર તેમની સ્ક્રિપ્ટનાં સિન ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. લેખક રિપૂ દમન જયસવાલએ અક્ષયની વિરુધ્ધ એફઆરઆઈ નોંધાવી છે. લેખકનાં અનુસાર, તેમણે ફિલ્મની સ્ક્રિપ્ટ ધર્મા પ્રોડક્શનને આપી હતી અને તેમની સ્ક્રિપ્ટનાં સિન ચોરી કરીને ફિલ્મમાં લેવામાં આવ્યા છે.
તેમણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર લગભગ બે મહિના પહેલાં લખ્યું હતું, ડોઢ વર્ષ પહેલાં તેઓ અરુણાચલ મુરગનાથમ અને સાતી બોયોડિગ્રેડેબલ સેનેટરી પેડસ પર એક સ્ક્રિપ્ટ લખી હતી અને તેનું રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. અરુણાચલમ મુરગનાથમ એક એવી વ્યક્તિ છે, જે તે ગામની મહિલાઓ માટે સસ્તા ભાવે સેનેટરી નેપકિન બનાવ્યા હતા.
લેખકએ કહ્યું તે 5 ડિસેમ્બર 2016 સ્ક્રીન રાઈટર ઓસોશિયેશનમાં સ્ક્રિપ્ટ રજીસ્ટ્રેશન કરાવી હતી અને રેયાન સ્ટીફન અને વિક્રમઆદિત્ય મોટવાનીને મોકલી હતી. 9 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ અને પહેલા દિવસએ ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મની કહાનીને લોકો બહુ પસંદ કરી રહ્યા છે અને બોક્સ ઓફિસ પર પણ ફિલ્મ સુપરહિટ સાબિત થાય તેવી સંભાવનાં છે.