શેરિયાખાણ ગામે સગાઈ પ્રસંગે જમણ બાદ 25ને ઝાડા-ઉલ્ટી


જુનાગઢ તા,12
શેરિયાખાણમાં સગાઈ પ્રસંગમાં અંગુર રબડી ખાધા બાદ 25ને ફૂડ પોઈઝનીંગ થઇ જતા માળયા હાટીના ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફુડ પોઈઝનના આ સમાચાર મળતા પટેલ સમાજના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા. માળીયા હાટીનાના શેરીયાખાણ ગામે એક પટેલ પરીવારની પુત્રી સાથે સગાઈ કરવા માટે માળીયા હાટીનાનો એક પરીવાર સગા-સ્નેહીઓ સાથે ગયેલ જયા સગાઈ વીધી બાદ યોજાયેલ જમણવાર બાદ અમુક લોકોને ઝાડા-ઉલ્ટી શરુ થઇ જતા 25 જેટલા લોકોને તાત્કાલીક માળીયા હાટીનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. માળીયા હોસ્પિટલના ડો.જે.પી. સામતા, ડો.આભાબેન મલ્હોત્રા સહિત નર્સીંગ સ્ટાફ તાત્કાલીક સારવાર આપતા તમામ ભયમુકત થયેલ અને મોડી સાંજે તમામને રજા આપી દેવામાં આવી હતી જો કે શેરીયાખાણમાં ફુડ પોઈઝીંગના સમાચાર મળતા પટેલ સમાજના આગેવાનો માળીયા હોસ્પિટલે દોડી ગયા હતા.