બાકી વેરા મુદ્દે ઉદ્યોગનગરમાં પાંચ કારખાનાને સીલ મરાયા


જામનગર તા,12
જામનગર મહાનગર પાલીકાની મિલ્કત વેરા શાખા દ્વારા આજે પણ વેરા વસુલાતની કામગીરીને અવિરત ચાલુ રખાઈ છે. શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી પાંચ મિલ્કતો પર મહાનગર પાલીકાનું સીલલગાવી દેવામાં આવ્યું છે.
ઉપરાંત અન્ય પાંચ આસામીઓ પાસેથી રૂા. એક લાખ બે હજારની રોડક રકમ સ્થળ ઉપર જ વસુલ કરવામાં આવી છે.
મીલકત જપ્ત કરાયેલા કારખાનાઓમાં રાણીંગાએ જીઆઈડીસી ઉદ્યોગનગર તે જ વિસ્તારમાં પ્લોટ નં.388 હેમતસંગ લક્ષ્મણસંગ કેર ઓફ સરોજ ગોવિંદ, સી-2-62-2 નરેન્દ્ર ઈન્ડસ્ટ્રીઝ, એ-1-292-2 શ્રીજી ઈન્ડસ્ટ્રીઝ, એસ.પી. 386 કાસુન્દ્રા બ્રાસજયંતીલાલ એમ.પટેલનો સમાવેશ થાય છે. આ કામગીરી જીજ્ઞેશ નિર્મલની સુચનાથી ચિરાગ માંડલીયા, જયપાલસિંહ, શક્તિસિંહ, ભરત નંદા, અભીજીતસિંહ, કીરીટભાઇ, કે.પી. વગેરેએ કરી હતી. વેરા વસૂલાત માટે કારખાનાને સીલ મરાયા હતા.
(તસ્વીર: સુનીલ ચુડાસમા)