જામનગરમાં રાષ્ટ્રીય લોક અદાલતમાં 1પ4પ કેસોનું સમાધાન કરાયું


જામનગર: રાજ્યના કાનુની સેવા સત્તામંડળના આદેશાનુસાર જામનગરમાં તાજેતરમાં નેશનલ લોકઅદાલત યોજવામાં આવેલી, જેમાં 1પ4પ કેસોમાં સમાધાન થવા પામ્યું છે. જામનગર ન્યાયાલયમાં જીલ્લા કાનુની સેવા સત્તામંડળના ઉપક્રમે શનિવારે સમગ્ર દિવસ દરમિયાન નેશનલ લોકઅદાલતની કાર્યવાહી ચાલુ રહી હતી. લોકઅદાલતનો પ્રારંભ પ્રિન્સિીપાલ ડીસ્ટ્રીકટ જજ ડી.એમ.વ્યાસના હસ્તે દીપ પ્રાગટયથી કરવામાં આવેલો. જેમાં ફોજદારી સમાધાનના કેસો ઉપરાંત બેન્ક રીકવરીના દાવા, લેબર તકરાર, જમીન સંપાદન, રેવન્યુ, સિવિલ દાવા, વીજળી પાણી બીલ સહિતના કુલ 4પ4પ થી વધુ કેસો સમાધાન ફોર્મ્યુલા માટે મુકવામાં આવેલા જે પૈકી પ00 થી વધુ કેસોનો સવારના ભાગમાં અને 1000 થી વધુ કેસોનો નિકાલ બપોરના સ્ટેશનમાં કરવામાં આવ્યો. સમગ્ર દિવસ દરમ્યાન કુલ 1પ4પ કેસોમાં સમાધાન થતા સેંકડો પક્ષકારોએ રાહત અનુભવી હતી. લોક અદાલતમાં પ્રારંભ પ્રસંગે પબ્લીક પ્રોસીકયુસર, કાનુની સતામંડળના સચિવ પટેલ તથા વકીલ મંડળના પ્રમુખ આર.એચ. સુવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પક્ષકારો તથા વકીલોને માર્ગદર્શન પુરુ પાડયું હતું.