કાશ્મીર: સુંજવાન જેવો બીજો હુમલો નિષ્ફળ

શ્રીનગર તા.12
એકબાજુ સેના હજુ જમ્મુના સુંજવાન આર્મી કેમ્પ પર હુમલાના ઑપરેશનને અંજામ આપી રહ્યું છે. ત્યાં બીજીબાજુ શ્રીનગરમાં આતંકીઓએ બીજો એક હુમલો કરવાની કોશિશ કરી. જોકે આતંકીઓની આ કોશિશને સીઆરપીએફે નિષ્ફળ કરી દીધી. આજે વહેલી સવારે શ્રીનગરના કરણનગરમાં બે આતંકી એકે-47 સાથે આર્મી કેમ્પની તરફ આગળ વધી રહ્યાં હતા. પરંતુ સીઆરપીએફે જોતા જ ગોળી ચલાવ્યા બાદ આતંકવાદીઓ ભાગી ગયા. હવે તેના માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં છે. આતંકવાદીઓની આ નિષ્ફળ કોશિશ સવારે અંદાજે 4:30 વાગ્યે કરાઇ હતી. આપને જણાવી દઇએ કે શ્રીનગરમાં ફરીથી બરફવર્ષા શરૂ થઇ છે, તેનો ફાયદો આતંકવાદીઓ ઉઠાવા માંગે છે. આતંકીઓએ આ નિષ્ફળ કોશિષ શ્રીનગરની એસએમએચએસ હોસ્પિટલની પાસે કરી આર્મી કેમ્પ પર કરી હતી. આપને જણાવી દઇએ કે હજુ થોડાંક દિવસ પહેલાં જ હોસ્પિટલ પર આતંકી હુમલો થયો હતો, અહીંથી આતંકી પોતાના એક સાથીને ભગાડીને લઇ ગયા હતા. હોસ્પિટલની પાસે જ સીઆરપીએફની 23મી બટાલિયનનું હેડક્વાર્ટર છે.
આતંકવાદીઓની આ કોશિષ પર સીઆરપીએફ આઈજી રવિદીપ શાહીએ કહ્યું કે જેવી અમને બે આતંકવાદીઓ અંગે ભાળ મળી કે અમારી ક્વિક રિએકશન ટીમ અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમે કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે આતંકીઓની તરફથી ગોળીબાર કરાયો નહોતો.
આપને જણાવી દઇએ કે આતંકીઓએ ગઇ શનિવારની સવારે જમ્મુના સુંજવાન આર્મી કેમ્પર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 5 જવાનો શહીદ થયા હતા આ સિવાય કેટલાંય લોકો ઘાયલ પણ થયા હતા.
આતંકવાદીઓની વિરૂદ્ધ સેનાના હેલિકોપ્ટર અને ડ્રોનની મદદ મળી હતી. બુલેટપ્રૂફ વાહનોથી કેમ્પની પાછળા ભાગમાં રહેણાંક ક્વાર્ટરમાંથી લોકોને કાઢ્યા હતા. અધિકારીઓ દ્વારા બચાવ અભિયાન પૂરું થયા બાદ છુપાયેલા આતંકીઓની વિરૂદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરાઇ.