લંડન સિટી એરપોર્ટ પાસેથી મળ્યો બોમ્બ

લંડન તા.1ર
લંડન સિટી એરપોર્ટ પાસે બીજા વિશ્ર્વ યુદ્ધ સમયનો એક બોમ્બ મળ્યો છે. આ બોમ્બ મળ્યા બાદ લંડન સિટી એરપોર્ટ બંધ કરી દેવાયું છે. બોમ્બ ટેમ્સ નદીની જ્યોર્જ વી ડોક પાસે મળ્યો હતો.
બોમ્બ ડિસ્પોઝેબલ ટીમે બોમ્બને નિષ્ક્રિય કરવાના પ્રયાસોમાં લાગી. બોમ્બ મળ્યા બાદ લંડન સિટી એરપોર્ટને યાત્રીઓને નિર્દેશ જારી કર્યો છે કે તેઓ એરપોર્ટ તરફ ન જાય. સાથે જ ફ્લાઈટ સંબંધિત કોઈ પણ જાણકારી માટે એરલાઈન્સ કંપનીનો સંપર્ક કરે.
જોકે હાલ તો જોખમને લઈને વિમાનોની અવરજવરને રોકી દેવાઈ છે. તો સાથે એરપોર્ટ તરફ જતા રસ્તા પણ બંધ કરી દેવાયા છે. એરપોર્ટ પાસે કેટલાક કર્મચારીઓ કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને બોમ્બ મળ્યો હતો અને તેમણે અધિકારીઓને જાણ કરી હતી. બાદમાં એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક અસરથી એરપોર્ટ બંધ કર્યું.