મોદી આજે મસ્કતમાં મંદિર-મસ્જિદ જશે

મસ્કત તા.12
પશ્ર્ચિમ એશિયાના 3 દેશોની મુલાકાતના છેલ્લાં દિવસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓમાનની રાજધાની મસ્કત સ્થિત પ્રાચીન શિવ મંદિરની મુલાકાત કરશે. જૂના મસ્કતમાં આવેલું આ શિવ મંદિર લગભગ 300 વર્ષ જૂનું છે. વડાપ્રધાન સોમવારના રોજ મસ્કતમાં સુલ્તાન કબૂસ શાહી મસ્જિદની પણ મુલાકાત લેશે. આ મસ્જિદને બનાવામાં 3 લાખ ટન ભારતીય સેન્ડસ્ટોનનો ઉપયોગ થયો છે. પીએમ આજે ઓમાનના ઉદ્યોગપતિઓ અને ઈઊઘતની મુલાકાત કરશે.