દોડે....દોડે....રાજકોટ.... જન જન જોડે....રાજકોટ

દ ભાવના દોશી
મેરેથોનમાં દોડવું એ એક લ્હાવો છે. ચુસ્ત શરીર અને દુરસ્ત મન સાથે દોડવાનો એક આનંદ અલગ હોય છે. આબાલ વૃધ્ધ સહુ કોઇ નાત જાત ધર્મ ઉંમરના ભેદ ભૂલીને જ્યારે ફકત દોડવા માટે ભેગા થાય છે ત્યારે એ દ્રશ્ય ખરેખર મનોરમ્ય લાગે છે. કોઇ સ્વાર્થ નહીં વગર ફકત અને ફકત એકતા માટે સામાજિક સંદેશ માટે અને પોતાના રાષ્ટ્ર માટે દોડવાનો એક રોમાંચ હોય છે.
મેરેથોન દોડવું એ ખરેખર આસાન નથી પરંતુ દ્રઢ ઇચ્છા અને આત્મવિશ્ર્વાસથી ચોક્કસ સફળ થવાય છે. મેરેથોનમાં ભાગ લઇ તૈયારી કરી અને ચોક્કસ કાળજી રાખશો તો સફળ થતા કોઇ રોકી શકશે નહીં.
મેરેથોનમાં શા માટે દોડવું ?
સામાન્ય રીતે ચુસ્ત તંદુરસ્ત એટલે કે ફીટ રહેવા માટે દોડવું જોઇએ. કારણ રનીંગના ઘણા ફાયદા છે. આમ મેરેથોનનો પ્રથમ દેખીતું અને નજીકનું કારણ છે.
આત્મવિશ્ર્વાસ વધારવા
મેરેથોન એક આત્મવિશ્ર્વાસનું નિર્માણ કરે છે. જ્યારે તમે મેરેથોનનો ગોલ અચીવ કરો છો ત્યારે એવું અનુભવાય છે કે હવે તમે કંઇ પણ અચીવ કરી શકશો.
નવી દિશા મળે છે
આપણે દરેક પોતપોતાની મર્યાદા બાંધી લીધી છે. કમ્ફર્ટ ઝોન ઉભો કર્યો છે કે આટલું જ થઇ શકે અને આવું ન થઇ શકે. મેરેથોનમાં ભાગ લેવાથી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી એક નવી દિશા મળે છે.
પ્રેરણાદાયી
મેરેથોનમાં દોડવાથી બીજાને પ્રેરણા આપી શકાય છે. કારણ તમને સફળ થયેલા જોઇને બીજાને પણ દોડવાની મેરેથોનમાં ભાગ લેવાની પ્રેરણા મળે છે.
ગોલ પ્રાપ્ત કરવાની શીખ
તમે દોડવામાં સ્લો હો કે ફાસ્ટ જે અંતર કાપવાનું છે તે પુરુ કરવા તમે પ્રયત્નશીલ બનો છો. જીત થાય કે ન થાય ઓછા સમયમાં તે અંતર પુરુ કરવાની કોશિષ કરવામાં આવે છે જે આત્મસંતોષ આવે છે.
સંદેશો ફેલાવવા માટે
જ્યારે મેરેથોન દોડવાની હોય છે ત્યારે એક મોટો સમુહ એકઠો થાય છે તેથી કોઇપણ સામાજિક, દેશભકિત, જાગૃતિના વગેરે મેસેજ મોટા અમુક સુધી પહોચાડી શકાય છે સાક્ષરતા, બેટી બચાવો, સ્વચ્છતા.
એકતાનો સંદેશ
મેરેથોનમાં દોડવા માટે કોઇ નાતજાતના ભેદભાવ નથી. ઉંચનીચ દરેકના ભેદભાવ ભુલીને દરેક એક સારી ભાવના માટે દોડે છે તેથી એકતાનો સંદેશ ફેલાય છે. હેલ્ધી ડાયટમાં બ્રાઉન રાઇઝ  બ્રોકોલી પાલક, કોબીજ, પનીર શકરિયા, ઓટ્સ, બીટ વગેરે લઈ શકાશે. ફ્રૂટમાં કેળા દ્રાક્ષ જામફળ સફરજન ઓરેન્જ વગેરે ફ્રૂટ લઈ શકાશે તેમજ ડ્રાયફ્રૂટમાં કાજુ અખરોટ તથા ખજૂર બધાં વગેરે ડાઈટને બેલેન્સ કરે છે આ ઉપરાંત દુધ, ફળોનો રસ વેજીટેબલ સૂપ  વગેરે શરીરના પ્રોટીન વિટામિન કાર્બોહાઈડ્રેટ વગેરે બેલેન્સ કરે છે. મેરેથોનમાં
આટલું ખાસ
ધ્યાન રાખજો મેરેથોનમાં ભાગ લો ત્યારે પગના સ્નાયુને નુકસાન ન થાય તે માટે યોગ્ય અને આરામદાયક હોય એવા શુઝ પસંદ કરો.
દોડતી વખતે ઘણા સંગીત સાંભળવાનું પસંદ કરે છે પરંતુ શરૂઆતમાં સ્લો મ્યુઝીક સાંભળવું પરંતુ આગળ જતા સંગીત બંધ કરવું હિતાવહ છે.
મોબાઇલમાં જીપીએસ ઓન રાખવાથી યોગ્ય માર્ગ મળી શકશે.
દોડતી વખતે પરસેવો વળવાથી કપડા અને શરીર ભીનુ થાય છે તો મોબાઇલને ઝીપલોક અને પ્લાસ્ટીક કવર કરી રાખવું.
પોતાની સાથે પોતાનું નામ કોન્ટેકટ નંબર વગેરે તેમજ એક આઇડી પ્રુફની નકલ અવશ્ય રાખવી તેમજ થોડા પૈસા પણ રાખવા.
મેરેથોનના દિવસે સવારે દોઢ થી બે કલાક પહેલા ઉઠી જવું અને એક કલાક પહેલા કેળા, ઓરેંજ,ઓ.આર.એસ. વગેરે લઈ લેવું.
જ્યારે ઘરેથી નીકળો તો સનસ્ક્રીન લોશન અવશ્ય લગાવો તેમજ પગ અને ઘુંટણ પર બામ લગાવી લો જેથી સ્નાયુ ડાયલેટ થશે અને ક્રેમ્પસ આવવાની શકયતા ઓછી થશે.
દોડવાનું શરૂ કરતા પહેલા ભારે ખોરાક ન લેવો તેમજ સાવ ખાલી પેટ પણ ન રાખવું એક કલાક પહેલા ફળ, જ્યુશ વગેરે લઇ શકાય.
મેરેથોન પુરી કર્યા બાદ થોડા સ્ટ્રોચીઝ તેમજ પગની એકસરસાઇઝ કરો અને પગને પાણીમાં બોળી રાખવાથી પણ આરામ મળશે.