નિયમિત રનીંગ શરીરને રાખે છે ફીટ

મેરેથોનનું આયોજન થાય એટલે દરેક તેમાં ભાગ લેવા ઉત્સુક બને છે ઘણા નિયમિત કસરત કરવા વાળા હોય છે તો ઘણા લોકો કોઈ પણ શારીરિક કસરત કર્યા વગર કુદી પડે છે મેરેથોનમાં જુદા જુદા અંતરની દોડ રાખવામાં ઓ છે. જેમાં ફુલ મેરેથોન અને હાફ મેરેથોનમાં ભાગ લેતા પહેલા નિયમિત દોડવાની પ્રેકટીસ કરવી જરૂરી છે. મેરેથોન એક દિવસ હોય છે પરંતુ દોડવાની પ્રેકટીસ જો નિયમિત રીતે કરવામા ઓ તો મેરેથોનનો આનંદ લઈ શકાય છે. નિયમિત રનીંગ અને જોગીંગને બેસ્ટ કાર્ડિયાક એકસસાઈઝ માનવામાં ઓ છે અને નિયમિત રનીંગના અનેક ફાયદા છે જે જાણીને તમે પણ ચોકકસ દોડવા લાગશો.
* દોડવાથી હૃદય રહે છે ચુસ્ત તંદુરસ્ત કારણ કે દોડવાથી હૃદયમાં ધમની શિરીઓ વગેરેમાં લોકોનો પ્રવાહ યોગ્ય રીતે વહે છે હાર્ડડિસીઝનો ખતરો ઓછો થાય છે.
* દોડવાને કારણે કોલેસ્ટ્રોલ ઓગળે છે ચરબી ઓછી થાય છે તેથી વજન ઓછુ કરવા માટે દોડવુએ ઉત્તમ એકસસાઈઝ છે. દોડવાથી શરીરનું એક એક અંગ ક્રિયાન્વીત થાય છે. બ્લડ સરકયુલેશન વધે છે. જેથી બ્લડ પ્રેશર સામે રક્ષણ મળે છે.
* દોડવાથી શરીરની નેગેટિવ એનર્જી બેલેન્સ થાય છે. દોડવાથી શરીરને પાણીની જરૂર પડે છે અને તેના દ્વારા શરીરનો કચરો નીકળી જાય છે. દોડવાથી ઘુંટણના સ્નાયુ ઘસાઈ જાય છે. પગના સ્નાયુ ખેંચાઈ જાય છે કે કોઈ તકલીફ થાય છે તે બિલકુલ ખોટી માન્યતા છે અન્ય શારીરિક કસરત જેવી જ આ એક કસરત છે જેનાથી કોઈ નુકસાન નથી.
* દોડવાથી મેટા બોલીઝમમાં સુધારો થાય છે અને આ સ્તર બેલેન્સ થાય એટલે સમગ્ર શરીરની સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરવા લાગે છે.
* દોડવાથી શરીર તો તંદુરસ્ત રહે જ છે મન પણ અને બ્રેઈનમાં બ્લડ અને ઓકિસજનનું સરક્યુલેશન યોગ્ય રીતે થાય છે તેથી તનાવ ડ્રીપેશન દૂર થાય છે મન હળવુ અને આનંદમાં રહે છે તેમજ ઈન્સ્યુલિન બનવાની પ્રોસેસ યોગ્ય રીતે થવાથી બ્લડ સ્યુગર કંટ્રોલમાં રહે છે.
* દોડવાથી સંપૂર્ણ શરીરના અંગો રીલેકસ થાય છે અને બોડીમાં એડરાલિન નામનું કોર્મોન બને છે જેનાથી ઉંઘ સારી આવે છે.
* બોડી સેલ્સ મજબુત થાય છે જેના કારણે ઈન્ફેકશન સામે રક્ષણ મળે છે ઉપરાંત ફેઈસ પર કરચલીઓ દૂર થાય છે.