મેરેથોન: ટ્રેનીંગ, પ્લાનીંગ, પ્રિપેરીંગ

તા.18 ફેબ્રુઆરી 2018ના રોજ રાજકોટ શહેરમાં સતત ત્રીજા વર્ષે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્ર્વની અલગ અલગ જગ્યાએથી પણ સ્પર્ધકો ભાગ લેનાર છે તેમજ શાળાથી લઇને જુદી જુદી સંસ્થાઓ પણ આ મેરેથોનમાં ભાગ લેવાના છે.
જેથી તૈયારી દરેકે આરંભી દીધી છે. જે લોકોએ મેરેથોનમાં રજીસ્ટ્રેશન કરાવી લીધુ છે તેને અભિનંદન અને જેણે નથી કરાવ્યું તે હજુ આજે કરાવી શકે છે. જેથી મેરેથોનનો આનંદ ચુકી ન જાય.
મેરેથોનમાં જો થોડુક પ્લાનીંગ અને થોડીક ટ્રેનીંગ લેવામાં આવે તો એની મજા એક સંભારણું બની જાય છે.
દોડવા માટેની ટ્રેઈનીંગ તેમજ રોજ કેટલુ તેનું પ્લાનીંગ કરવામાં આવે છે.
વીટામીન્સ અને મીનરલ્સ મળે તેવું ફૂડ લેવું જોઇએ તેમજ કાર્બોહાઈડ્રેટસ કે જે એનર્જી ક્રીએટ કરે છે તેનો ઉપયોગ બહુ વધારે પણ નહીં અને ઓછો પણ નહીં તે રીતે કરવો જોઇએ.
આમ ફીટ રહીને મેરેથોનમાં દોડવાનો આનંદ લઇ શકો છે.
આ માટે જાણીતા ઓર્થોપેડીક ડો.હીરેન કોઠારી અને હૃદયના ડાયાબીટીઝ રોગના તજજ્ઞ ડો.વિરલ જીવરાજાની શું કાળજી રાખવી તે જણાવે છે. મેરેથોન:
છેલ્લા અઠવાડીયામાં
શું કરશો ? * સોમવારે- સ્ટ્રેચીંગ અને વોકીંગ તેમજ રોલિંગ પર ફોકસ કરો
* મંગળવાર-થોડુ વોર્મઅપ અને 25 થી 30 મિનીટ વોકીંગ અને થોડા સ્ટ્રેચીઝ
* બુધવાર- 30 મિનિટ સ્ટ્રેચીઝ અને ટ્રેઈનીંગ
* ગુરૂવાર- ફિનીશ લાઈનની કલ્પના સાથે 30 મિનીટનું રનીંગ
* શુક્રવાર - વોક રોલ એન્ડ સ્ટ્રેચ
* શનિવાર- 20 થી 30 મિનીટનું વોકીંગ 3 થી 4 કી.મી.નું સ્લોજોગીંગ અને રોલીંગ તેમજ સ્ટ્રેચીંગ આ ઉપરાંત મેરેથોનના દિવસે સ્ટ્રેસ ફ્રી રહી પોઝીટીવ વિચાર (COOL & CALM) રહી ફીનીશ લાઈન પહોંચવા નીકળી પડો. બેલેન્સ ડાયેટ અને ફિઝીકલ એકસસાઈઝ સાથે તૈયારી કરો શહેરના નામાંકિત ઓર્થોપેડીક સર્જન ડો.હીરેન કોઠારી જે મેરેથોનમાં ભાગ લઇ ચુકયા છે અને નિયમતિ સાઈકલીંગ, જોગિંગ દ્વારા પોતાને ફીટ રાખે છે તેમણે મેરેથોનમાં ભાગ લેવા માટે કેટલીક ટીપ્સ આપી હતી.
*કોઇપણ વ્યક્તિએ અચાનક એક સાથે દોડવાનું શરૂ કરી દેવું ન જોઇએ ધીમે ધીમે દોડવાનું શરૂ કરી અંતર વધારતું જવુ જોઇએ.
* જે વ્યક્તિ 21 કી.મી. દોડવાની હોય તેઓએ 1 મહિનો અને 42 કી.મી. માટે ઓછામાં ઓછા 3 મહિનાથી તૈયારી કરવી જોઇએ.
* પ્રેકટીસ કરવાથી તમારી સ્ટેમીના વધે રીધમ ડેવલપ થાય અને ક્ધસીસ્ટન્સી જળવાય અને કોઇપણ ઈજા વગર ચોક્કસ સમયમાં મેરેથોન પુરા કરી શકાય.
* જોશમાં ને જોશમાં પુરુ કરવાના પ્રયાસમાં કયારેક લીગામેન્ટ ઈન્જરી, ગોઠણના સાંધાની ઈન્જરી વગેરે થઇ શકે.
* મેરેથોન માટે ફીટનેસ જાળવવા માટે રેગ્યુલર બેલેન્સ ડાયેટ લેવો જોઇએ ઉપરાંત ત્યારે હાઈ કાર્બાહાઈડ્રેટ લેવું જરૂરી છે.
* મેરેથોન દરમિયાન પણ પાણી પુરુ લેવું જોઇએ તેમજ ડી હાઈડ્રેશન ન થાય તે માટે વાઈટલ ઝેડ જેવુ એડીશીનલ પણ લઇ શકાય છે.
* મેરેથોન શરૂ થાય તે પહેલા વોર્મઅપ જરૂરી છે અને પુરી થયા પછી પણ યોગ્ય પ્રમાણમાં સ્ટ્રેચિંગ કરવુ
જરૂરી છે.
* ફીફટી પ્લસ હોય કે કોઇને કોઇ શારીરીક તકલીફ હોય તો પોતાના ડોકટર પાસે બેઝિક ફીટનેસ લેવલ ચેક કરાવી લેવું જોઇએ. કારણ કે એક જાતની કાર્ડીયોલોજી એકસરસાઈઝ જ તેથી કોઇ પણ કરી શકે છે.
આમ મેરેથોન કોઇ એક દિવસ માટે નથી તેની તૈયારી રોજ રોજ કરવી જોઇએ. મેરેથોન એ આપણી ફીટનેસ માટે અવેર કરે છે.
- ડો. હીરેન કોઠારી (ઓર્થોપેડીક સર્જન) મેરેથોન પહેલા મેડીકલ ચેકઅપ જરૂરી રાજકોટના હૃદય અને ડાયાબીટીઝ રોગના નિષ્ણાંત ડો.વીરલ જીવરાજાનીએ મેરેથોન માટે શું શું કાળજી રાખવી જરૂરી છે તે જણાવતા કહ્યું:
* મેરેથોનમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ પોતાનું મેડીકલ ચેકઅપ કરાવવુ જરૂરી છે. હાર્ટ પ્રોબ્લેમ ડાયાબીટીઝ અસ્થમા કે બીજા કોઇ પ્રોબ્લેમ નથી તે જોઇ લેવું.
* જો કોઇ પ્રોબ્લેમ હોય તો મેરેથોનમાં ભાગ લેતા પહેલા પોતે જે ડોકટર પાસે સારવાર લેતા હોય તેને બતાવી દેવું
* ઉપરોકત મેરેથોનમાં ભાગ લીધા પછી પણ કોઇ પ્રોબ્લેમ થાય તો તુરંત જ ડોકટરનો સંપર્ક કરવો.
* અચાનક એક સાથે આટલુ બધુ દોડવા માટે શરીર તૈયાર હોતુ નથી
તેથી મેરેથાન પહેલા જોગીંગ, સાઈકલીંગ, રનીંગ વગેરેની પ્રેકટીસ કરવી
* ઓબેસીટીના કારણે પણ ઘણા પ્રોબ્લેમ ઉભા થાય છે તો વેઈટ ઓછુ કરવાના પ્રયત્ન પણ કરવા.
* અને સૌથી અગત્યની વાત
ખોરાક. થોડા દિવસ
પહેલા વિટામીન્સ, પ્રોટીનયુકત ખોરાક લેવાનું શરૂ કરો અને તળેલા મસાલા વગેરે અનહેલ્ધી ખોરાક ટાળો.
- ડો.વિરલ જીવરાજાની
(હૃદય અને ડાયાબીટીઝ રોગોના નિષ્ણાંત)