વિશ્ર્વની અલગ-અનેરી અને મજાની મેરેથોન

મેરેથોનના યુધ્ધ મેદાનથી એથેન્સ સુધી સંદેશો લઈને આવનાર ગ્રીક સૈનિક ફિડિપ્પિડિસના સ્મણાર્થે મેરેથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મેરેથોન એક લાંબા અંતરની દોડ સ્પર્ધા છે જે સામાન્ય રીતે રોડ પર દોડવામાં આવે છે અને તેનું ખરેખર અંતર 42.195 કિલોમીટરનુ છે 19મી સદીમાં મોર્ડન ઓલિમ્પીકમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દર વર્ષે વિશ્ર્વભરમાં 500થી પણ વધુ મેરેથોનનું આયોજન થાય છે.
તેમાંથી 2006માં રનર્સ વર્લ્ડના સંપાદકોએ વિશ્ર્વની ટોચની દસ મેરેથોનની પસંદગી કરી હતી. જેમાં બોસ્ટન મેરેથોનએ વિશ્ર્વની સૌથી જુની વાર્ષિક મેરેથોન છે. યુરોપમાં સૌથી જુની વાર્ષિક મેરેથોન કોઝિત્સે પીસ મેરેથોન છે. દક્ષિણ આફ્રિકાના સફારી વન્યજીવનમાં બીગ ફાઈવ મેરેથોન, તિબેટીયન બુધ્ધિઝમના પ્રદેશમાં ગ્રેટ તીબેટીયન મેરેથોન અને ગ્રીનલેન્ડના ધ્રુવ પ્રદેશના બર્ફીલા આવરણમાં 15અંશ ડિગ્રી તાપમાનમાં પોલર સર્કલ મેરેથોન પણ બધાથી અલગ છે.
ઇન્ટરનેશનલ ઇસ્તંબુલ યુરેશિયા મેરેથોન એક માત્ર એવી મેરથોન છે જ્યાં સ્પર્ધકો સ્પર્ધા દરમ્યાન યુરોપ અને એશિયા એમ બે ખંડોમાં દોડે છે.
ધી અલ્ટીમેઇટ ગાઇડ ટુ ઇન્ટરનેશનલ મેરેથોન 1997 મુજબ સ્ટોક હોમની મેરેથોન વર્લ્ડની બેસ્ટ મેરેથોન છે.
આ સિવાય 2008ના વર્ષમાં જે બેસ્ટ મેરેથોન છે તે આ મુજબ છે.
8 સપ્ટેમ્બર 2018ના રોજ પેટાગોની અને ઈન્ટરનેશનલ મેરેથોન કે જેમાં પર્વતોનું એક ગ્રાઉન્ડ લોકોને મળશે. આ મેરેથોનમાં 300 મીટર ઉંચા પર્વતોની હારમાળા વચ્ચેથી પસાર થવાનું હોય છે.
તા.28 એપ્રિલ 2018ના રોજ કોસ્ટલ ટ્રેઈલ સીરીઝ કે જે બ્રિટનના જુનવાણી રસ્તાઓ વચ્ચે અને દરિયાઈ રેતીમાંથી પસાર થાય છે. જેમાં અનેક આહલાદક દ્રશ્યો પણ જોવા મળે છે.
19 મે 2018 ધ ઈન્ક્રીડીબલ ચેલેન્જ જે એક અલગ જ ઢંગમાં થતો ‘ગ્રેટ વોલ ચાઈના’મા થાય છે. તે તો અનોખો જ અનુભવ અને છે. જેમાં સ્પર્ધકોને દોડવાની સાથે ચડવાનુ હોય છે. ફીનીશ લાઈન પર પહોંચવાના ઉત્સાહ પણ જબરો અનુભવ ઉમેરી દે છે.
16 જુન 2018 મિડ નાઈટ સન મેરેથોન જે નોરવેમાં થતો મેરેથોન તો ચોકકસ અલગ જ છે. જ્યા 6 મહિના સૂર્ય રહે છે અને સૂર્યાસ્ત થવાના સમયે આ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવે છે જેમાં સોના જેવા સુરજ સાથે દોડવાનો રોમાંચ અલગ
હોય છે.
આ જોવા જન મેદની ઉમટી પડે છે અને દિલમાં ઉત્તેજના ઉત્પન કરે છે. જે અલગ પ્રકારની રોનક લઈને આવે છે.
આઈસમેરેથોન 24 નવેમ્બર 2018ના યોજાનાર છે. તમે દોડો પણ જરા પરસેવો નહીં વળે ? શું આવુ માની શકો છો તમે અરે આ તો એન્ટાટીકાના આઈસ મેરેથોનની વાત છે કે જે સાઉથપોલથી 600 માઈલની હોય છે. અને તાપમાન ? 20 ડિગ્રીમાં તો આવી મજા માણવા પણ લોકો એમાં ભાગ લેવા દોડી જાય છે.
4 નવેમ્બર 2018ના રોજ યોજાનાર ન્યુયોર્ક સીટી મેરેથોન કે જે આજે આખા વિશ્ર્વના અનકે ખુણામાં કેટલાય મેરેથોન યોજાય છે જેમ કે ન્યુયોર્કના મેરેથોનમાં કે જે જાગતુ શહેર ગણાય છે ત્યાં 26.2 માઈલની દોડ લગાવતા લોકો મેરેથોનમાં ભાગ તો લે જ છે. પણ એને માણનારા લોકો પુરા જોશ થી બિરદાવે છે બસ આ મેરેથોન તો તમામ દુ:ખ દર્દ ભુલાવાની તાકાત રાખે છે.
તા.8 એપ્રીલ 2018ના યોજાનાર મેરેથોન રોમ અને વાત કરીએ રોમની એ કેન્યા મહેલ અને ખજાના તો છે જ. પણ એન્ટ્રી સાથે તમે બોર ના થાવ એવો અનોખા નજારાની વચ્ચે મેરેથોનની દોડ લગાવાતી છે મજા છે એ ચુકવા જેવી તો જરા પણ નથી અને ફીનીશ લાઈન પછી યાસ્તોની મજા તો એમાં ચાર ચાંદ લગાવી દે છે.
તા.22 એપ્રીલ 2018ના યોજાનાર લંડન મેરેથોનની તો શું વાત કહેવી, લંડન જેવી રોશનીમાં જીવનની વચ્ચે મેરેથોનનો રન મારવાની જે મજા છે એમાં તો પૈસા વસુલ જ છે અને એમાં પણ અમુક ઐતિહાસિક જગ્યાઓ અને નસીબથી જોવા મળતા સેલીબ્રીટીની જલક તો થાક પણ ઉતારી દે. બેકીંમહામ પેલેસ ખાતે પુરી થતી આ મેરેથોન ન થાકયાનો અહેસાસ કરાવે છે. કયાંક ઠંડા બરફમાં તો કયાંક સુરજની સાક્ષીએ તો કયાંક પગથિયા ચડીને જે
મેરેથોન છે તેનો રોમાંચ અલગ જ હોય છે પર્વતો અને દરિયાની રેતી તો કયાંક કાચ જેવા સરોવરની મેરેથોન
માણવા મેદની ઉમટી પડે છે ગ્રેટ વોલ મેરેથોન પેટાગોનીઅન ઈન્ટરનેશનલ મેરેથોન ન્યુયોર્ક સિટી મેરેથોન એનસિએન્ટ મેરેથોન-એથેન્સ મિડનાઈટ સન મેરેથોન