કલેક્ટર પંચગીની તાલીમમાં; કાર્યભાર કમિશનરને સોંપાયો

રાજકોટ તા.14
રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે તાલીમાર્થે પંચગિની ગયા હોવાથી તેમનો કાર્યભાર મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીને સોંપાયો છે. નોંધનીય છે કે કલેકટરનો તાલીમનો સમયગાળો તા.12 થી 16નો હતો અને આજ સુધીમાં અડધી તાલીમ પતી ગયા પછી આજે છેક સરકારે ચાર્જ સોંપણીનો આદેશ કર્યો છે. કલેકટર સહિત જે આઠ અધિકારીને એડીશ્નલ સેક્રેટરી તરીકે પ્રમોશન અપાયું છે તેઓ તેને લગત ટ્રેનીંગમાં પંચગીની ગયા છે.