સૌરાષ્ટ્રમાં મહાશિવરાત્રીની ઉજવણી : શિવાલયોમાં ભકતોની ભીડ

હરહર મહાદેવનો નાદ ગૂંજ્યો : ઠેરઠેર શોભાયાત્રા, મહાઆરતી, શિવ તાંડવ નૃત્ય સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા રાજકોટ તા,14
હર-હર મહાદેવ, બમ બમ ભોલેના નાદથી સમગ્ર સૌરાષ્ટ્ર ગુંજી ઉઠ્યું હતું. શિવરાત્રીના મહાપર્વના દિવસે શિવાલયોમાં ભોળાનાથના દર્શન કરવા ભકતો ઉમટી પડ્યા હતા અને ભકતો શિવની ભક્તિમાં લીન થયા હતા. સૌરાષ્ટ્રભરમાં શોભાયાત્રા, સંતવાણી સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ભકતોએ ભાંગનો પ્રસાદ લીધો હતો અને ઉપવાસ રાખી ભગવાન ભોળાનાથના મંત્ર જાપ કરી જલાભિષેક, રૂદ્રઅભિષેક, હોમ-હવન, બિલિપત્ર પુજા, મહાઆરતી, મહાપ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી.
જામખંભાળિયા
મહાશિવરાત્રી નિમિત્તે ખંભાળિયાના શિવમંદિરોમાં ભક્તિભર્યો માહોલ છવાયો હતો. શિવરાત્રીના પવિત્ર પર્વે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહિંના પુરાણ પ્રસિધ્ધ ખામનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. 110 વર્ષ જૂની પરંપરા મુજબ ભગવાન ખામનાથ મહાદેવની 360 કિલોગ્રામની ચાંદીની પ્રતિમા સાથેની ભવ્ય વરણાંગી શહેરના જુદા-જુદા માર્ગો પર ફરી હતી. જેમાં વિશાળ સંખ્યામાં શિવભકતો જોડાયા હતા.
ઢાંક
ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આલેચ પહાડની ટોચે શો ભાપમાન પ્રાંચિન અને પાંડવો સ્થાપિત ડુંગશેશ્ર્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વે નિમિત્તે ભકતોની ભારે ભીડ જોવા મળી હતી.
ઢાંકના શિવ મંદિરોમાં વહેલી સવારથી જ શિવભકતો ઉમટી પડ્યા હતા. પૂજા-અર્ચના રૂદ્રાઅભિષેક મહાઆરતીમાં લીન બની ગયા હતા. હરહર મહાદેવથી શિવમંદિરો ગુંજી ઉઠ્યા હતા.
વડિય
વડિયામા શિવયાલયો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા અનેક મંદિરોમા ભકતોનુ ઘોડપુર ઉમટી પડયુ વડિયામા અલગ અલગ મંદિરોમા મહા શિવરાઞીની ભવ્ય ઉજવણી કરવામા આવેલ વડિયાના ઘુંઘલીનાથ મહાદેવ કંથડનાથ મહાદેવ ભિમનાથ મહાદેવ મંદિર બિલેશ્વર મહાદેવ સુરગેશ્વર મહાદેવ કાશીવિશ્વનાથ મહાદેવ સુયે મંદિર જેવા તમામ શિવાલયોમા સવારથીજ અલગ અલગ કાયેકમ જેવાકે રૂદ્દ અભિષેક શિવ પુજા મહા આરતી રાઞીના સંતવાણી સત્યનારાયણ ભગવાનની કથા સહીતના કાયેકમ યોજવામા આવેલ.
દામનગર
દામનગર શહેર માં વેજનથ મહાદેવ મંદિરે શિવતાંડવ નૃત્ય શિવરાત્રી ના પાવનપર્વ પ્રસંગે શિવાલયો હરહર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠ્યા સવાર થી જ વેજનાથ મહાદેવ મંદિરે ભાવિકો દ્વારા ભાંગ પ્રસાદ મેળવતા ભાવિકો દર્શનાર્થીઓ ની ભીડ જોવા મળી હતી.
કેશોદ
મહાશિવરાત્રી પ્રસંગે કેશોદ નિલકંઠ મંદીરથી અસંખ્ય શિવભક્તો હર હર ‘ભોલે’ના નાદ સાથે ‘ઓમ નમ: શિવાયના મંત્ર સાથે શોભાયાત્રા નિકળી હતી.
ધોરાજી
ધોરાજીનાં તમામ શિવાલય માં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી વહેલી સવારથી શિવાનાં દર્શન અને આરાધના માં ભક્તો લીન થઈ ગયા હતા આરતી મહાઆરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી શિવાલયો ને વિવિધ રોશની અને વિવિધ ફૂલોથી શણગારમાં આવ્યા હતા શિવાલયો શિવ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભક્તો એ ધોરાજી ના રામેશ્વર મહાદેવ મંદિર, નિલકંઠ મહાદેવ મંદિર, પંચનાથ મહાદેવ મંદિર, કોટેશ્રવ મહાદેવ મંદિર, બીલેશ્રવર મહાદેવ મંદિર, જેવાં ધોરાજી નાં તમામ શિવાલયો માં ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી પાલખી યાત્રા નિકળી હતી અને હર હર મહાદેવ નાં નાદ થી સમગ્ર વાતાવરણ ભકતી મય બની ગયું હતું મહાઆરતી બાદ પ્રસાદીનું વિતરણ કરવામાં આવેલ હતું.
ગોંડલ
ગોંડલ ભીડભંજન મહાદેવ મંધ્રિ માંડવી ચોક ખાતે મહાશિવરાત્રીના પર્વ નિમિતે ભીડ ભંજનના ચરણોમાં શીશ ઝુકાવવા ભાવિકો ઉમટી પડ્યા હતા.
અહીના ભીડભંજન મહાદેવના મંદિરે સવારે શિવજીનું પુજન અર્ચન બપોરે આરતી, ફરાળ કરી ભકતજનોએ ધન્યતા અનુભવી હતી. તેમજ મંદિરમાં દિવસ દરમીયાન બપોરની આરતીમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. સેવક નરેશભાઇ તન્ના, કેતનભાઇ રાઠોડ, રાજુભાઇ દરજી સહિત અન્ય સેવકો પણ જોડાયેલ હતા. તેમ મંદિરના પુજારી કમલભાઇની યાદીમાં જણાવાયું છે.
વાંકાનેર
વાંકાનેરમાં મહાશિવરાત્રીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેર અને આસપાસના શિવમંદિરોને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા હતા. શિવ ભકતો દ્વારા ભગવાનની પૂજા-આરાધના અને આરતી સાથેના પાવનકાર્ય થયેલ.
શિવમંદિરોમાં ભાવિકો માટે ફરાળ-પ્રસાદ-ભાંગની પ્રસાદીનું વિતરણ થયેલ. ફળેશ્ર્વર મહાદેવ મંદિરે યોજાયેલ મહાઆરતીમાં બોહળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
ધોરાજી
ધોરાજીની સફુરાનદીના કીનારે બિરાજમાન અને પાંડવોએ જેમની સ્થાપના કરેલ હતી. એવા ઐતિહાસિક પંચનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિતે ખાસ પૂજાઅર્ચના ફ્રાન્સથી પધારેલા શિવભકતોએ પૂજાઅર્ચના અને મહાઆરતીનો લાભ લીધો હતો. શિવરાત્રીના પૂર્વ પંચનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો અને શિવરાત્રી નિમિતે વહેલી સવારે આરતી, પુજા, અર્ચના કરાઈ હતી.
ચોટીલા
ચોટીલા પંથકમાં મહા શિવરાત્રીનાં પાવન પ્રસંગે અનેક શિવમંદિરોમાં વહેલી સવારથીજ ભાવીકોની ભીડ ઉમટેલ હતી જેમા તાલુકાનાં પ્રસિધ્ધ ઝરીયા મહાદેવ, અન્તેશ્ચર મહાદેવ આણંદપુર, ગુપ્તેશ્ચર મહાદેવ ધારૈઇ, ચંદ્રમોલેશ્ચર મોટીવાડી, ધારશી ભગતની મોટી જગ્યા, સુંદરબાઇની નાની જગ્યા, સુખનાથ અને પંચનાથ મહાદેવ સહિતનાં મંદીરોનાં શિવાલયો ઘંટનાદ થી ગુંજી ઉઠેલ હતા અનેક ભાવિકોએ આજે ખાસ પુજા અર્ચના અને અભિષેક કરવા ભાવિકોની ભીડ ઠેર ઠેર ઉભરેલ હતી.