મહાશિવરાત્રીના ઐતિહાસિક મહામેળાની પૂર્ણાહુતિ

જૂનાગઢમાં ગરવા ગિરિવરની ગોદમાં ભવનાથ તળેટીમાં યોજાયેલ પાંચ દિવસના મહાશિવરાત્રી મેળામાં ગતરાત્રે નાગા સાધુઓની રવેડીમાં દર્શન માટે મુખ્યમંત્રી સહિત લાખો શ્રધ્ધાળુઓ ઊમટી પડ્યા હતાં. દિગંબર સાધુઓના હેરતઅંગેજ અંગ કસરતના પ્રયોગો સાથે રવેડી મધરાતે ઐતિહાસિક મૃગીકુંડ ખાતે પહોંચી હતી. જયાં સાધુઓએ પવિત્ર ડૂબકી લગાવ્યા બાદ આ મિનિકુંભની વિધિવત પૂર્ણાહુતિ થઇ હતી અને ત્યાર બાદ આજે સવારથી ભાવિકોનો પ્રવાહ સોમનાથ સહિતના ધાર્મિક સ્થળો તરફ ફંટાયો હતો. (તસવીર : મિલન જોષી, જૂનાગઢ)