બદલાતા જતા ભારતીય સિનેમા વિશે ભૂમિ પેડણકેર ચર્ચા કરશે

મુંબઇ: ભૂમિ પેડણેકર બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બદલાતા જતા ઇન્ડિયન સિનેમા વિશે ચર્ચા કરશે. ભૂમિને આ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેણે અત્યાર સુધીમાં ‘દમ લગા કે હઇશા’, ‘શુભ મંગલ સાવધાન’ અને ‘ટોઇલેટ: એક પ્રેમ કથા’માં કામ કર્યું છે. ફિલ્મ ફેસ્ટિવલ વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું હતું કે ‘ફકત 3 ફિલ્મમાં કામ કરવા છતાં ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળે એ મારા માટે ખૂબ મોટી વાત છે. આ ફિલ્મ ફેસિટવલમાં હું બદલાતા જતા ઇન્ડિયન સિનેમા વિશે ચર્ચા કરીશ. આ સાથે જ સોશ્યલ બોઝ પર બનાવવામાં આવતી ફિલ્મો પર અને ક્ધટેન્ટ કિંગ હોય છે એના પર ચર્ચા કરીશ.’