‘પેડમેન’ બાદ અક્ષય મિલ્કમેન બનશે? એકતા કપૂરે કરી ઓફર


મુંબઇ: ફિલ્મ પેડમેનની રિલીઝ બાદ અભિનેતા અક્ષયકુમાર પાસે વધુ એક બાયોપિકની ઓફર આવી છે. મિલ્ક મેનના નામે લોકપ્રિય અને જાણીતી બ્રાન્ડ અમૂલના રચયિતા ડો. વર્ગીસ કુરિયનના જીવન પર બનનારી ફિલ્મમાં લીડ રોલની ઓફર અક્ષયકુમારને આપવામાં આવી છે. એકતા કપૂરે ડો.વર્ગીસ કુરિયનના જીવન પરની નોવેલના સત્તાવાર અધિકાર ખરીદ્યા છે. એકતાએ આ લીડ રોલની ઓફર અક્ષયકુમારને કરી છે. અક્ષયે હાલમાં જ ટોઇલેટ એક પ્રેમકથા, પેડ મેન જેવી સામાજિક વિષયો પરની ફિલ્મોમાં અભિનય કરી પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી છે. નિર્માતાઓ અભિનેતાને લગભગ ફાઇનલ કરી ચૂકયા છે માત્ર અભિનેતાની હાનો ઇંતેજાર છે.