T-20 શ્રેણીમાં દ.આફ્રિકાના સુકાની તરીકે જે.પી. ડુમિની


પોર્ટ એલિઝાબેથ તા.14
દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે ભારત સામે રમાનાર ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે રાષ્ટ્રની ટીમના કેપ્ટન તરીકે જે. પી. ડુમિનીની પસંદગી કરી છે. શ્રેણીનો જોહાનિસબર્ગ ખાતે 18મી ફેબ્રુઆરીએ પહેલી મેચ પ્રારંભ થશે. ડુમિનીને ઈજાગ્રસ્ત ફેફ ડુ પ્લેસીના સ્થાને સુકાની તરીકે પસંદ કરવામાં આવ્યો છે. પ્લેસીને ડર્બનમાં પહેલી વન-ડે મેચ દરમિયાન હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું.
ટીમ: જે. પી. ડુમિની (કેપ્ટન), ફરહાન બેહરડીન, જુનિયર ડેલા, એ. બી. ડી વિલિયર્સ, રીઝા હેન્ડ્રીક્સ, ક્રિસ્ટીયન જોન્કર, હીનરિચ ક્લાસન, ડેવિડ મિલર, ક્રિસ મોરિસ, ડેન પેટરસન, ઍરોન ફેન્ગીસો, એન્ડીલ ફેલુકવાયો, ટબ્રેઝ શામસી, જોન-જોન સ્મટ્સ.