સૌથી વધુ સિક્સર રોહિત શર્માના નામે


પોર્ટ એલિઝાબેથ: અહીં ગઈ કાલે સાઉથ આફ્રિકા સામેની પાંચમી વન-ડેથી પાછા ફોર્મમાં આવેલા રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ભારતીય ખેલાડીઓમાં સચિન તેન્ડુલકરને ઓળંગી દીધો હતો અને રોહિત હવે મોખરાના ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીથી જ પાછળ છે. રોહિતની 265 સિક્સર થઈ છે. તેણે સચિનની 264 સિક્સરને ત્રીજા નંબર પર ધકેલી દીધી છે. ધોનીની કુલ 331 સિક્સર છે. આ યાદીમાં ત્રીજા નંબરના સચિન પછીના 10 નંબર સુધીના ભારતીયોમાં યુવરાજ સિંહ (249 સિક્સર), સૌરવ ગાંગુલી (246), વીરેન્દર સેહવાગ (237), સુરેશ રૈના (171), વિરાટ કોહલી (159), કપિલ દેવ (128) અને મોહંમદ અઝહરુદ્દીન (96)નો સમાવેશ છે.