દ.આફ્રિકાને તેની જ ધરતી પર શ્રેણી હરાવતું ભારત

પોર્ટ એલિઝાબેથ તા.14
મંગળવારે પોર્ટ એલિઝાબેથમાં રમાયેલી પાંચમી વનડેમાં ભારતનો 73 રને સાઉથ આફ્રિકા સામે વિજય થયો છે. આ સાથે ભારત પ્રથમ વખત આફ્રિકાની ધરતી પર સીરિઝ જીત્યું છે.એક સમયે સાઉથ આફ્રિકા શ્રેણીમાં ફરી વાપસી કરશે તેવું લાગતું અને આ મેચમાં પણ વિજય હાંસલ કરશે પરંતુ અંતે ભારતના બોલરો રંગમાં ભારતને સાઉથ પર પેહેલી શ્રેણી જીત આપવી હતી.
ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 6 મેચોની વનડે સીરિઝની પાંચમી મેચ આજે ભારતે પહેલા બેટિંગ કરતા સાઉથ આફ્રિકાને 275 રનનો ટારગેટ આપ્યો હતો. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 201 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ.
6 મેચની વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ 4-1થી આગળ છે અને સીરિઝ પોતાના નામે કરી લીધી છે. ભારત તરફથી આ મેચમાં રોહિત શર્માએ સદી બનાવ્યા બાદ કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ, હાર્દિક પંડ્યાએ 2 અને જસપ્રીત બુમરાહ અને યુજવેન્દ્ર ચહેલે 1-1 વિકેટ મેળવી હતી. સાઉથ આફ્રિકા તરફથી હાશિમ અમલાએ સૌથી વધુ 71 રનનું યોગદાન આપ્યું હતું. હાસીમ અમલા અને કલાસં મેદાન પર હતા ત્યાં સુધી સાઉથ આફ્રિકાને આશા હતી પણ આ મેચ જીતી શકે છે પરંતુ અંતે હાર્દિક પંડ્યાના એક ડિરેક્ટ થ્રો ને કારણે આ અમલા રન આઉટ થયો અને મેચનું પાસું પલ્ટી ગયું ત્યાર પછી તો કુલદીપે એક ઓવરમાં 3 વિકેટ ઝડપીને સાઉથ આફ્રિકાની તમામ આશા પર પાણી ફેરવી દીધું હતું. આ પહેલા ભારતે સાત વિકેટ ગુમાવીને 274 રન બનાવ્યા છે. આમ ટીમ ઈન્ડિયાએ આફ્રિકાને 275 રનનો ટાર્ગેટ આપ્યો હતો . ભારત તરફથી સૌથી વધારે રન રોહિત શર્માએ (115) ફટકાર્યા હતા. રોહિતે પોતાની 17મી સદી ફટકારી છે. તે ઉપરાંત શિખરે શાનદાર બેટિંગ કરતાં 23 બોલમાં 34 રન ફટકાર્યા હતા. જ્યારે વિરાટે 36 રન ફટકાર્યા હતા. આમ ઓપનરોએ સારો દેખાવ કર્યો હતો. પરંતુ મીડલ ઓર્ડર પાણીમાં બેસી ગયું હતું. રોહિત શર્માએ સદી ભલે મારી હોય પરંતુ રન લેવાની ગેરસમજના ઉભી કરીને ટીમ ઈન્ડિયાની બે વિકેટોને પણ પેવેલિયન મોકલી હતી. એક સમય એવો હતો કે, ટીમ ઈન્ડિયાનો સ્કોર 300 રનને પાર થશે પરંતુ પાછળથી બેટ્સમેનો પાણીમાં બેસી ગયા હતા. જોકે અંતે બોલરોએ રંગ દેખાડીને ભારતને શ્રેણીમાં જીત આપવી હતી. સ્કોર બોર્ડ ભારત
રોહિત શર્મા કો.કલાસન બોનગીડી 115
શિખર ધવન કો.ફેલુકાવાયો બો.રબાડા 34
વિરાટ કોહલી રન આઉટ 35
અજિંક્ય રહાણે રન આઉટ 11
શ્રેયાંસ ઐયર કો.કલાસન બો નગીડી 30
હાર્દિક પંડ્યા કો.કલાસન બોમ નગીડી 00
એસ એસ ધોની કો માર્કરામ બો નગીડી 13
ભુવનેશકુમાર નોટ આઉટ 19
કુલદીપ યાદવ નોટ આઉટ 02
વધારાના 17
કુલ સ્કોર(50 ઓવરમાં) 7 વિકેટના ભોગે 274
વિકેટ પાડવાનો ક્રમ: 1-48, 2-153, 3-176, 4-236, 5-236, 6-238, 7-265.
બોલિંગ એનાલિસિસ: મોની મોર્કલ 10-2-44-0, કે રબાડા 8-0-58-1, એલ નગાડી9-0-58-4, ક્રિસ મોરિસ 9-0-45-1, ફેલુકાવાયો 8-0-34-0, જે પી ડુમિની 4-0-29-0, સામસી 10-0-48-0.
સાઉથ આફ્રિકા
હાસીમ અમલા રન આઉટ 71
માર્કરામ કો.કોહલી બો બુમરાહ 32
જે પી ડુમિની કો શર્મા બો પંડ્યા 01
ડિવિલિયર્સ કો ધોની બો.પંડ્યા 06
કલાસંન સ્ટેમ્પ ધોની બો કુલદીપ 39
ડેવિડ મિલર બો ચહલ 34
ફેલુકાવયો બો કુલદીપ 00
રબાડા કો ચહલ બો કુલદીપ 03
મોર્કલ લેગ બીફોર બો ચહલ 01
સામસી કો પંડ્યા બો કુલદીપ યાદવ 00
નગીડી નોટ આઉટ 04
વધારા 04
કુલ સ્કોર ઓલ આઉટ 201
વિકેટ પડવાનો ક્રમ: 1-52, 2-55, 3-65, 4-127, 5-166, 6-168, 7-196, 8-196, 9-197, 10-201.
બોલિંગ એનાલિસિસ: ભુવનેશ્ર્વર કુમાર 7-0-43-0, બુમરાહ 7-0-22-1, હાર્દિક પંડ્યા 9-0-32-2, ચહલ 9.2-0 43-2, કુલદીપ યાદવ100-57-4.