કરીના કયારેક સૈફને એટલો મિસ કરે છે કે રડી પડે છે

મુંબઇ તા.7
અભિનેત્રી કરીના કપૂર ખાન અને એક્ટર સૈફ અલી ખાન અત્યારે ઇન્ડસ્ટ્રીના સૌથી ચર્ચીત કપલમાના એક છે. હાલમાં જ એક ઇન્ટર્વ્યુ દરમિયાન કરીનાએ ચોંકવાનારો ખુલાસો કર્યો હતો. કરીના કપૂર ખાને ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે હું સૈફને ક્યારેક એટલી મિસ કરું છું કે જ્યારે પણ તે શૂટિંગ માટે ઘરેથી નીકળે છે ત્યારે મને રડવું આવી જાય છે. કરીના કમિટેડ માતા છે બીજી બાજુ સૈફઅલી ખાને પણ કરીના કપૂરનાં વખાણ કર્યાં હતાં. સૈફે કહ્યું હતું કે કરીના ખુબ કમિટેડ માતા છે અને એ જોઇને મને ખુશી થાય છે. તે હંમેશાથી લવિંગ પર્સન રહી છે. તૈમૂરના થવાથી એના પ્રેમમાં બદલાવ પણ આવ્યો છે. તૈમૂરની સ્ટાઇલ જ અલગ છે એટલું જ નહીં, એક ઇવેન્ટ દરમિયાન પૂછવામાં આવ્યું કે તમને કોની સ્ટાઇલ પસંદ છે? ત્યારે કરીનાએ જવાબ આપ્યો કે તૈમૂર સિવાય બીજા કોઇની નહીં. ઉલ્લેખીય છે કે 2016માં કરીના કપૂર ખાને તૈમૂરને જન્મ આપ્યો હતો. આજે તૈમૂર સૌથી લોકપ્રીય સ્ટાર કિડ છે.
વર્ક ફ્રંટની વાત કરીએં તો ચાલુ વર્ષે કરીના કપૂર ખાનની ફિલ્મ વીરે દી વેડિંગ રિલીજ થશે. જેમાં કરીનાની સાથે સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને સુમિત વ્યાસ પણ જોવા મળશે.