ગુજરાત મિરર EXPOSE । ગેરકાયદે કતલખાના સામે ‘કાયદેસર’ આંખ મિંચામણા

મુખ્યમંત્રી, ગૃહમંત્રીના ઓર્ડરનું પણ રાજકોટ પાલિકા કે પોલીસ પાલન કરાવી શકતી નથી  ‘કતલખાના’ની લોહીયાળ હકીકતનો પર્દાફાશ, પાલિકા-પોલીસની મિલી ભગતથી ચાલતું મહાપાપ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે શહેરમાં ચાલતા કતલખાના ગેરકાયદે, ચાલુ રાખવા મહીને અધિકારીઓને મળે છે ‘હપ્તા’ રાજકોટ તા.10
રાજકોટમાં ચારેબાજુ કતલખાનાઓનો ધમધમાટ ચાલુ છે તે તમામ ગેરકાયદે છે. છતાંય રાજકોટ મહાપાલીકા અને પોલીસ ‘કાયદેસર’ આંખ મિંચામણા કરી રહ્યું છે. હાઈકોર્ટ સુધી રાજકોટ કતલખાનાની મેટર પહોંચી હતી અને પાલીકાની તરફેણ ગેરકાયદે કતલખાના દૂર કરવાનો ચૂકાદો આવ્યો હતો.
ત્યાર બાદ કતલખાના સંચાલકો છેક સુપ્રિમ સુધી ગયા હતા અને સુપ્રિમ કોર્ટ પણ રાજકોટનાં કતલખાનાઓને ગેરકાયદે માન્યા હતા જે ફાઈલ છે તે રાજકોટ પાલીકામાંથી ગુમ કરી દેવાય છે.
ફાવેલ ગુમ અંગે ગુજરાત રાજયના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી લેખીક અને મૌખીકમાં રજૂઆત કરવામાં આવી છે. આ અંગે તપાસ કરવાના આદેશો આપ્યા હોવા છતા અધિકારીઓએ ભીનું સંકેલી લીધુ છે.
ફાઈલ ગુમ થાય તો જે તે જવાબદાર અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી જરૂરી છે પણ આ અંગે કોઈ જ ફરિયાદ પણ નોંધવામાં આવી નથી તે ઉપરાંત ફાઈલ
ગુમ થઈ અંગેની તપાસ જે તે સમયે વિજીલન્સ અધિકારી હરેશ લખતરીયાને સોંપવામાં આવી હતી.
વિજીલન્સે સુપ્રિમની ફાઈલ ગુમ થઈ અંગેનો રીપોર્ટ તૈયાર કરેલ હૈતો તે ફાઈલ પર રાજકોટ મહાપાલીકામાંથી ગુમ થઈ ગઈ છે. કતલખાના ગેરકાયદે હોવા છતાંય રાજકોટમાં કોની મંજુરીથી ચાલી રહ્યા છે.
કયાં અધિકારીને હપ્તા આપવામાં આવે છે, કેમ કોઈ તપાસ કરવામાં આવતી નથી, હાઈકોર્ટે કહી દીધુ હોવા છતાંય કોર્ટનું કેમ પાલન કરવામાં આવતુ નથી.
કતલકાના અંગે માત્ર જાહેરનામું જ બહાર પાડવામાં આવે છે તે જાહેરનામુ પણ મહાપાલીકા પાડી ન શકે કારણ કે ગેરકાયદે કતલને પરમીશન જ રાજકોટમાં નથી.
રાજકોટ મહાપાલીકા અને રાજકોટ પોલીસની મીલી ભગતથી આખુ મહાપાપ ચાલી રહ્યું છે, તપાસ કેમ કરવામાં આવતી નથી, રાજકોટ પોલીસ ફરિયાદ કેમ નથી લેતી જેવા અનેક સવાલો વચ્ચે ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે.
વર્ષોથી સળગતો પ્રશ્ર્ન હવે શહેરભરમાં ફેલાઈ રહ્યો છે છતાંય તંત્રને કોની બીક લાગે છે, કેમ કતલખાનાઓનાં ઘૂંટણીએ પડી ગઈ છે. તપાસનું નાટક કેમ કરે છે. રેંકડીઓમાં જાહેરમાં મટન-ચીકન ટીંગાળી ન શકાય
રાજકોટમાં રેંકડીઓમાં માંસ-મટન ખુલ્લેઆમ વેચાય રહ્યા છે ત્યારે નિયમો મુજબ મટન-ચીકન ટીંગાળી ન શકાય લોકોને ભાવના સાથે ખીલવાડ અને જીવદયા પ્રેમીઓ ફરિયાદ કરી શકે આ
ગુન્હો હોવા છતા કોઈ કાંઈ કરી શકતુ નથી. પોલીસ ફરિયાદ કરનારને કેમ મૂર્ખ બનાવે છે
કતલખાના અને જાહેરમાં રેંકડીઓમાં ટીંગાડતા મટન માટે ડી.એમ.ગોસાઈ નામના નિવૃત અધિકારી પોલીસ કમિશ્ર્નર કચેરીએ રોજ ફરિયાદ કરવા જાય છે ત્યારે પોલીસ કેમ ફરિયાદ નથી લેતી, પોલીસને મોટો હપ્તો મળતો હોવાથી ફરિયાદ નથી લેતી.
કતલખાનામાં પાલિકા, પોલીસ તમામની સંડોવણી
કતલખાનામાં ગેરકાયદે છે ત્યારે માર્કેટ નામ કોણે આપ્યું, તે બંધ કરવામાં કેમ નથી આવતા આ કતલખાનામાં મહાપાલીકા, પોલીસ અને શાસકોની મીલીભગતથી મોટા પાયે હપ્તા સીસ્ટમ ચાલતુ હોવાનું સુત્રોએ જણાવ્યુ હતું.   હાઈકોર્ટે શું કહ્યું હતું રાજકોટમાં ચાલતા કતલખાના વિશે નામદાર હાઈકોર્ટના સ્પેશ્યલ 7041/90 અને નામદાર હાઈકોર્ટના સ્પેશ્યલ 7041/90 ચૂકાદો આપ્યો છે જેમાં જણાવ્યું છે કે ગેરકાયદે કતલખાના દૂર કરવા જે પત્ર પોલીસ કમિશ્ર્નર અને મહાપાલીકા કમિશ્ર્નરે બજાવવામાં આવેલ છે. ત્યાર બાદ મટન માર્કેટવાળા સુપ્રીમમાં ગયેલ હતા જેઓની અરજી સુપ્રીમે કાઢી નાંખી હતી.