આવતીકાલે ફિટફેસ્ટ-2 ઇવેન્ટ

રાજકોટ તા.10
18 ફેબ્રુઆરી-2018 રાજકોટ શહેર ફરી પાછું ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. મેરેથોનને સફળ બનાવવા માટેની તૈયારીઓ પુરજોશમાં શરૂ થઇ ગઇ છે. છેલ્લા ત્રણ વર્ષથી મેરેથોનના ફિટનેસ પાર્ટનર તરીકે ‘ફીટનેસ-5’ જિમ જોડાયેલું છે. ત્યારે રાજકોટની સ્વાસ્થ્ય પ્રેમી જનતા માટે કાલે સવારે 6થી9 રેસકોર્સ રિંગરોડ પર ‘ફિટ ફેસ્ટ-2’2018નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટની રંગીલી પ્રજા માટે યોગા, એર્ફો જુમ્બા અને ફ્રીસ્ટાઇલ ડાન્સનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ સાથે ખાસ ‘ફિટ-ફેસ્ટ-2’ દરમિયાન ડ્રોઇંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 50 કલાકારો ભાગ લેશે અને તેમા કલાકારોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહન કરવામાં આવશે. ‘ફિટ-ફેસ્ટ-2’ જાહેર જનતા માટે સંપૂર્ણ ફ્રી છે. ‘ફિટ-ફેસ્ટ-2’ વર્ષ-2018 ને સફળ બનાવવા માટે મેરેથોન 2018ના ફિટનેશપાર્ટનર ‘ફિટનેશ-5 જિમ’, ફેઇથ ફિલ્મસ, ગ્લોબલ પબ્લિસિટી, રોલેક્ષ રોલ્ડ રિંગસ, 93.5 રેડ એફએમ, ઓપો, વિજય ઇલેક્ટ્રોનીક્સ, ફુટરેપ ડાન્સ ફેકટરી, ફોનિક્સ ફેન્ટમસ ઇવેન્ટસ, કોર મોબાઇલ તથા ઇનબોક્સ ઇવેન્ટસનો સહયોગ મળેલો છે.
ખાસ આવા પ્રમોશન ઇવેન્ટસ દ્વારા લોકોને જાગૃતિ કરવા મંજુરી આપવા બદલ રાજકોટ મયુનિ.કોર્પો., તથા રાજકોટ પોલીસનો ‘ફિટનેસ-5 જિમ’ આભાર વ્યકત કર્યો છે.