વેલેન્ટાઇન વીકની ઉજવણી અંતર્ગત આજે ઉજવાયો ‘ટેડી’ દિવસ

ભારતીય ટીનએજર્સ અને યુવક-યુવતીઓ ભારતની પ્રાચીન સંસ્કૃતિને ભૂલી પશ્ર્ચિમની સંસ્કૃતિ પાછળ આંધળા થઇ રહ્યા છે અને તેમાં પણ 14 મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન દિવસ ઉજવવા તો રીતસર ગાંડા થતા જોવા મળે છે. ટીવી, વોટસએપ, ફેસબુક, ઇમેઇલ જેવા ડિજિટલાઇઝ યુગ શરૂ થતા વિશ્ર્વ મુઠીમાં આવી ગયું છે ત્યારે અગાઉ થોડા વર્ષો પહેલા માત્ર વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવતો પરંતુ હવે તો 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન દિવસ પહેલા એક સપ્તાહથી જ વેલેન્ટાઇન દિવસના બદલે વેલેન્ટાઇન વીકની ઉજવણી શરૂ કરી દેવામાં આવે છે. જેમાં પ્રથમ દિવસે રોઝ ડે, બીજા દિવસે પ્રપોઝ ડે, ત્રીજા દિવસે ચોકલેટ ડે, ચોથા દિવસે ટેડીબીયર દિવસ ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આજે ટેડીબીયર દિવસ છે. રાજકોટમાં ગિફ્ટ આર્ટિકલ્સની દુકાનોમાં અનેક અવનવા ટેડીબીયરનો ખજાનો આજે જોવા મળ્યો હતો. જેમાં પ0 રૂા.થી લઇ પાંચ હજાર રૂપિયા સુધીની કિંમતના 4 ઇંચ થી માંડી 8 ફૂટ સુધીના ટેડીબીયરનો ખજાનો બજારમાં ઉપલબ્ધ હતો. અવનવા રંગો, ડિઝાઇનોમાં ઉપલબ્ધ ટેડીબીયર લેવા યુવક-યુવતી અને ટીનએજર્સમાં પડાપડી જોવા મળતી હતી. (તસવીર : દિવ્યરાજસિંહ સરવૈયા)