શિવરાત્રિ નિમિત્તે કાલથી ભોળાનાથના સાનિધ્યમાં ભવ્ય સોમનાથ મહોત્સવ

વેરાવળ / કાજલી તા.10
પ્રતિવર્ષ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વની પારંપરીક ઉજવણી કરવામાં આવતી હોય છે. સોમનાથ મંદિર શિવરાત્રી પર્વે સવારે 4-00 થી લઈ સતત 42 કલાક ભકતજનો માટે ખુલ્લુ રહે. ચાર પ્રહરની વિશમ પૂજા આરતી, પાલખી યાત્રા, ઘ્વજારોહણનું ધાર્મિક આયોજન કરાય છે, જેમાં ઉપસ્થિત થઇ લાખ્ખો ભક્તો શિવમય બનશે. સોમનાથ ના માર્ગો શિવભકતોથી ઉભરાઇ આવે છે. પ્રભાસ ક્ષેત્રમાં જય સોમનાથનો નાદ ગુંજી ઉઠે છે.
શિવરાત્રી મહોત્સવ-201 8ને લક્ષ્યમાં લઇ સોમનાથ આવતા ભાવિકો વિશેષ શિવભક્તિ કરી શકે તેવા હેતુથી તા. 12 .2 .18 તથા તા. 13.02 18 ના મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન છે. મોટી સંખ્યામાં ભાવિકો યજ્ઞ,પૂજાવિધિમાં જોડાઇ કૃત્તાર્થ થશે. મહાદેવજીને સમગ્ર વર્ષમાં કરેલ શિવપૂજાઓ જેટલુ પુણ્ય હોય, તે માત્ર શિવરાત્રી એ સંક્ષીસ શિવપૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. જેમને ઘ્યાને રાખી મહાશિવરાત્રીએ મોટીસંખ્યામાં ભાવિકો જાતે તત્કાલ શિવપૂજન કરી શકે તે માટે વિશેષ આયોજન કરાયું છે.
મહાશિવરાત્રીના રોજ સવારે 9-00 થી સાંજે 6-00 દરમીયાન સૌ પ્રથમવાર મ્યુઝીક થેરાપી આધારીત સંગીતના સાત રાગોમાં મહામૃત્યુુંજય મંત્રથી તન-મનની શાંતીની અલૌક્કિ અનુભુતી સાથે સ્વાસ્થ્ય પ્રદાન કરતો અદ્ભુત કાર્યક્રમ સંગીતકાર નયન વૈષ્ણવ તથા સાથી કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે જેનો લાભ લેવા સર્વે ભક્તોને હાર્દિક નિમંત્રણ છ.
મહાશિવરાત્રીના દિવસે શ્રી સોમનાથ મંદિર એલ.ઇ .ડી લાઇટીગથી સુશોભિત કરવામાં આવશે. તેમજ અમદાવાદના ભાવિકો દ્વારા સુંદર પુષ્પો-હારો-તોરણો થી મંદિરને શુશોભીંત કરવામાં આવશે. શ્રી સોમનાથ ટ્રસ્ટની એલ.ઇ .ડી રક્રીનમાં લોકો કતારબંધ રહીને પણ સોમનાથ જીના દર્શન કરી ધન્ય પ્રાપ્ત કરી શકે તે રીતે આયોજન કરવામાં આવેલ છે. જુદા-જુદા દાતાશ્રીઑ ના સહયોગ થી મહાશિવરાત્રી પર્વે દર્શનાર્થે પધારતા યાત્રીઓને મહાપ્રસાદ, ફરાળ નિ:શુલ્ક મળી રહે તે પ્રકારની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
વેરાવળ પાટણના નગરજનોના ઉત્સાહને ઘ્વાતે રાખી ભવ્ય પાલખીયાત્રા આયોજન. . વેરાવળની અને પાટણની નગરચર્યાં કરશે ભગવાન સોમનાથ. . સોમનાથ મહાદેવની પાલખીયાત્રા વેરાવળ થી સોમનાથ સુધીની યોજાશે, ભોઇ સોસાયટી, ભૈરવનાથ ચોક થી ભવ્ય પદયાત્રા નીકળશે જેમાં ધાર્મિક ગીતોના સથવારે વિવિધ ધુનમંડળો, રાસમડળો, સાથે ભવ્ય પાલખીયાત્રા નિકળશે. . રસ્તામાં આવતા અનેક વિસ્તારના લોકો શોભાયાત્રાનું સ્વાગત કરશે તેમજ ભગવાન સ્વયં જયારે નગરચર્યાએ પસાર થઇ રહ્યા હોઇ ત્યારે શ્રદ્ધાળુઓ હરખભેર પૂષ્પોથી ભગવાની કૃપા પ્રાસિ કરશે..
શિવરાત્રી પર્વ નિમિત્તે પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તા.11 થી તા.13 ફેબ્રુ. સુધી ત્રિદિવસીય સોમનાથ ઉત્સવ-2018નું આયોજન કરવામાં આવેલ છે. નાગરિક પુરવઠા અને ગીર સોમનાથ જિલ્લા પ્રભારીમંત્રી જયેશભાઈ રાદડીયા હસ્તે તા.11 ફેબ્રુ.ના રોજ સાંજે સાત કલાકે સોમનાથ મંદિર પરિસરની બાજુમા આવેલ ચોપાટી ખાતે આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવનાર છે તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી ઈશ્ર્વરસિંહ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર છે.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજીત સોમનાથ ઉત્સવમાં રાસ, નૃત્ય, ભક્તિ સંગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. તા.11 ના રોજ લોકનૃત્ય, શિવમ કલા કેન્દ્ર વડોદરા, તલવાર રાસ, મહેશ રાસ મંડળ, પોરબંદર અને સીદી ધમાલ નૃત્ય, રતનપુર સહિત રાજ્યભરમાથી 15 જેટલી ટીમો રાસ-ગરબા અને નૃત્ય રજુ કરનાર છે.
આ ઉપરાંત તા.12 ના રોજ તાલુકા કક્ષાની શ્રેષ્ડ રાસ ગરબાની છ ટીમોની રાસ-ગરબા સ્પર્ધા, આર્ટિસ્ટીક યોગાસન કૃતિ, શ્રી સોમનાથ સંસ્કૃત યુર્નિવસીટીના વિધાર્થીઓ દ્રારા પ્રસ્તૃતિ અને જીતુભાઇ ગઢવી, લોકડાયરા કલાકાર જૂનાગઢ તેમજ તા.13 ના રોજ વિપુલ ત્રિવેદી અને સલીલ મહેતા ધ્વારા ભક્તિ સંગીત, તેમજ કિસ્તીબેન સહાય ધ્વારા શિવ વંદના સહિતના કાર્યક્રમો રજુ કરવામાં આવનાર છે.
સોમનાથ ઉત્સવ-2018 ના ત્રિ-દિવસીય સાંસ્કૃતિ કાર્યક્રમો માણવા સાંજના છ કલાકે સોમનાથ ચોપાટી ખાતે લોકોને અનુરોધ કરાયો છે. જેમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્યો અને પૌરાણિક રાસ-ગરબાના કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રાંત અધિકારી પ્રદિપસિહ રાઠોડ, જિલ્લા રમતગમત અધિકારી વિશાલ જોષી, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિહ ચાવડા સહિત જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ જહેમત ઉઠાવી રહેલ છે. આ મહોત્સવના સુચારૂ આયોજન માટે એક બેઠક સાગરદર્શન ખાતે યોજાયેલ હતી.