10 ઝુપડા બળીને ખાક; ગેસના બાટલા ઉડતા દોડધામ ; નાસભાગઅગમ્ય કારણોસર ભભૂકેલી આગ ઠારવા ફાયર બ્રિગેડની જહેમત
ભાવનગર તા,10
ભાવનગર નજીક આવેલા વિશ્ર્વવિખ્યાત અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ ખાતે આજે સવારે શ્રમીકોની ખોલીમાં ભયાનક આગ ભભુકી ઉઠતા અને ગેસના બાટલા હવામાં ઉડી ફાટતા ભારે ડધામાના અવાજથી શ્રમિકોમાં નાસભાગ મચી જવાપામી હતી. આગમાં શ્રમિકોની 10 ખોલીયો સળગી રાખ થઇ ગઇ હતી.
મળતી વિગતો મુજબ અલંગ જહાજવાડામાં આવેલ પ્લોટ ન:.19ની સામે આવેલ પરપ્રાંતિય શ્રમીકોની ખોલીયોમાં આજે સવારે એક ખોલીમાં કોઇ કારણોસર આગ ભભુકી ઉઠી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આજુબાજુ રહેલી 10 ખોલીયોને પણ લપેટમાં લેતા આગથી મજુરોમાં નાસભાગ મચી ગઇ હતી. આગ એટલી ભયાનક હતી કે ખોલીમાં રહેલા ગેસના બાટલાઓ હવામાં ઉઠયા હતા અને ઘડાકા સાથે ફાટતા મજુરોમાં ભયની લાગણી ફેલાઈ ગઇ હતી.
આગની જાણ થતા જ અલંગ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. અલંગ પોલીસનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અલંગમાં આગ : ભાવનગર નજીક આવેલા જગવિખ્યાત અલંગ જહાજવાડામાં શ્રમિકોની ખોલીમાં ભયાનક આગ ભભુકી ઉઠતા નાસભાગ મળી જવા પામી હતી. (તસ્વીર વિપુલ હીરાણી)