સાપ્તાહિક રાશી ભવિષ્ય

  • સાપ્તાહિક રાશી ભવિષ્ય

મેષ - અ.લ.ઈ. સપ્તાહ દરમિયાન તમારા મગજમાં વધુ વિચારો માનસિકથાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે. નાનીનાની વાતમાં ગુસ્સોના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામમાં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહસુચનના આપવી. ખટપટકે મજાક કરવાવાળા લોકોથી દુર રહેવામાજ શાણપણ છે. વિવાહ માટેની વાતચીતમાં ધીરજ રાખવી ઇચ્છનીય છે.      વૃષભ - બ.વ.ઉ. લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવમાં કોઈના કામમાં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં, સગાસ્નેહીની તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજારના કામકાજમાં ઉત્સાહને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે, નવીનોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે.   મિથુન - ક.છ.ઘ. સપ્તાહ દરમિયાન ક્યારેય વાણીવિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમાં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યાએ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજારના કામકાજમાં ધીરજ અને અનુભવથી કામકાજ કરવું, અન્યની વાતમાં દોરવાઈના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાયમાં સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમાં સમસ્યાના થાય તેનું ધ્યાન રાખવું તેમજ જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.

કર્ક - ડ.હ. ઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેર કાર્યક્રમમાં જવાના યોગ છે તેમાં તમારી હાજરીનું વર્ચસ્વ પણ દેખાય, બજારના કામકાજમાં તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાની વૃતિ જાગે. યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સંભાળવા મળે તેમજ મિત્રવર્તુળમાંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈ વાત મનમાં રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે અને તેમાં સારો પ્રતિભાવ પણ જોવા મળે તેવી સંભાવના છે.

સિંહ - મ.ટ. સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંકને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારોની માયાજાળમાં ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સોના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજારના કામકાજમાં ધીરજનો અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમાં દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમાં ધ્યાન અને મન પોરવી રાખોતો
ઘણી માનશીક શાંતિનો અનુભવ કરી શકો. ક્ધયા - પ.ઠ.ણ.  મનની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગીની વાત જાણે અજાણે પ્રત્યક્ષકે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને છે. ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્યમાં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજારના કામકાજમાં કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે. ઘણીજૂની ઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગ કે યુવાવર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે તેવી વાત સંભવિત બની શકે છે.    તુલા - ર.ત. વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવામાં આવેતો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે, બજારના કામકાજમાં ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમાં પણ સફળતા સંભવિત બની શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદ ઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે. વૃશ્ર્ચિક - ન.ય.  જાહેરજીવનમાં તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈની લાગણીના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુનાક્યાય ઘરમાં કે નજીકના સગાસ્નેહીમાં  કોઈ અણબનાવ કે મનદુ:ખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે, બજારના કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમાં સારો ઉપસી આવે, નવીનકાર્ય કરવામાં તમને અન્યનો સાથસહકારકે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણેતે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી
શકે છે.   ધન - ભ.ફ.ઢ.ધ ધીરજનો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવાકે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી, ઉધરસ,તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગથી દુર રેહવાની જરૂર છે જેથી ખોટીવાતમાં દોરવાઈના જવાય, બજારના કામકાજમાં ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણ પ્રકારનું માર્ગદર્શન કોઈને આપતા પેહલા વિચાર કરવો જરૂરી છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ
શબ્દો પણ ના વાપારવા, ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણી શાંતિ અને સરળતા રહી
શકે છે. મકર - ખ.જ.  યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામાં ધાર્મિક ભાવના વધુ જાગે, લોકકલ્યાણના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામાં અઘરો પડતો હોયતો તે વિષય શીખવામાં વધુ મહેનત કરવાથી સફળતાની પ્રાપ્તિ થઇ શકે છે, બજારના કામકાજમાં લાભની કોઈ વાત સંભવિત બની શકે છે. લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમાં મિલનમુલાકાત કરવી તેમાં કોઈનો સહયોગ લેવો પણ વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે. કુંભ - ગ.શ.સ. કામકાજમાં વ્યસ્તતા અને માનસિક થાકની લાગણી અનુભવો. કામકાજમાં સમયનો વ્યય પણ વધુ થઇ શકે કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમાં રચ્યાપચ્યા રેહવું વધુ યોગ્ય છે. બજારમાં કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે, ઘરમાં વડીલવર્ગકે ઓફીસમાં ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવાની સંભાવના રહેલી છે માટે તકેદારી રાખવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયનો વ્યય થાય તેવો રહી શકે, ધીરજ રાખી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે. મીન - દ.ચ.ઝ.થ. સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમાં તમે તમારી કોઈ ગમતી વાત સંભાળવ કે રજુ કરવાની તક મળી શકે છે. બજારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગ ક્ષેત્રમાં તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસનું આયોજન સંભવિત બની શકે છે, પેટ, અપચાની તકલીફ સંભવિત છે, વડીલ વર્ગ ને જુનાસંભારણા વધુ
તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજમાં જોડવા ની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિમાં અન્યનો સાથ સહકાર મળી
શકે છે.