અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થથી ઢીમ ઢાળી દીધું

(વિપુલ હિરાણી) ભાવનગર તા.9
ભાવનગરમાં વરતેજ જીઆઈડીસીમાં પરપ્રાંતીય મહિલા મજુરની હત્યા થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આજે રાત્રે બનેલા હત્યાના આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના વરતેજ જીઆઈડીસીમાં સંજનાદેવી ગોમીકિશન સુધઈમાજી મહંતો ઉ.વ.30 નામની મહિલાના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી અજાણ્યા શખ્સો નાસી છુટયા હતા. મૃતક મહિલા મુળ બિહાર રાજયના લોરંગીયા જીલ્લાની ચંપારણ્યા ગામની વતની હોવાનું અને હાલ ભાવનગર વરતેજ જીઆઈડીસીમાં મજુરી કામ કરતી હતી. ખુનના આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.