યુવતિ સાથે તબીબનો નિવસ્ત્ર વિડિયો ઉતારી 20 લાખ માંગ્યા

સણોસરાના તબિબે યુવતી સહિત ચાર શખ્સો સામે કરી ફરિયાદ
ભાવનગર તા, 10
ભાવનગર જીલ્લાના પટેલ તબીબનો યુવતી સાથે નિર્વસ્ત્ર હાલતે વિડીયો ઉતારી યુવતી અને બે શખ્સો સહિત ચાર શખ્સોએ રૂા.20 લાખની માંગણી બ્લેકમેઈલ શરૂ કરતા તબીબે પોલીસ ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે
બનાવની તપાસ એલસીબી પોલીસને આપવામાં આવી છે. આ બનાવની મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાના સણોસરા ખાતે રહેતા અને હોસ્પીટલ ધરાવતા પટેલ તબીબ પાલીતાણામાં રહેતી યુવતી સાથે કોઈ રીતે સંપર્કમાં આવ્યા હતા. 47 વર્ષના આ તબીબને ગત તા.4થી એ બપોરે યુવતીએ પાલીતાણા બોલાવ્યા હતા. અને તબીબ પાલીતાણા ગયા ત્યારે યુવતી તેને લીલાપીરની દરગાહ પાસે એક મકાનમાં લઈ ગઈ હતી અને તબીબના કપડા ઉતરાવી બાદમાં પોતે પણ કપડા ઉતારી નાખ્યા હતા. આ સમયે દરવાજામાંથી ત્રણ શખ્સો ઘુસી આવ્યા હતા. જે પૈકી કુંભણ ગામના ભગવાન નાથુભાઈ આલએ તબીબને ત્રણ લાફા માર્યા હતા. જયારે તબીબ અને યુવતીનું નિર્વસ્ત્ર હાલતમાં મોબાઈલમાં શુટીંગ ઉતારી હણોલ ગામના રઘાનાનુ અને ભગવાન અને એક અજાણ્યા શખ્સે ગાળો દઈ પતાવટ કરવી હોય તો રૂા.20 લાખની માંગણી કરી હતી. રકઝક બાદ આખરે તબીબે રૂા.સાડા અગીયાર લાખ આપવા તૈયાર થયા હતા. બાદમાં આ તબીબે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેનમાં કુંભણ ગામના ભગવાન નાનુભાઈ આલ, હણોલના રઘા નાનુભાઈ તથા યુવતી અને એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પૂર્વ આયોજીત કાવત્રુ રચી પૈસા પડાવવાના ઈરાદે તેનો વિડીયો ઉતારી ગાળો દઈ ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ભાવનગર એલસીબીને સોંપાતા બનાવની તપાસ પોસઈ એન.જી. જાડેજા તપાસ ચલાવી રહ્યા છે આ બનાવે ભારે ચકચાર જગાવી છે.