આખી દુનિયામાં ‘પેડમેન’ રજૂ પાક.માં રિલીઝ નહીં થાય

મુંબઇ: અક્ષયકુમારની રિલીઝ થઇ રહેલી ફિલ્મ ‘પેડમેન’ને પાકિસ્તાનમાં રિલીઝ કરવામાં નહી આવે. આ ફિલ્મ દુનિયાભરના પચાસથી પણ વધુ દેશોમાં રિલીઝ કરવામાં આવી રહી છે, જોકે એમાં પાકિસ્તાનનો સમાવેશ કરવામાં નથી આવ્યો. આ ફિલ્મને  મેન્સ્ટ્રુએશન પર બનાવવામાં આવી છે અને એ જ કારણસર એને પાક.માં રિલીઝ કરવામાં નહીં આવે. આ વિષય પર કોઇ વાત કરવાનું પણ ટાળે છે અને એથી જ લોકોમાં જાગરૂકતા ફેલાવવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે. જોકે પાકિસ્તાનમાં ફિલ્મને નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ નથી. મળ્યું આ ફિલ્મને રિલીઝ કરવા ફિલ્મ ડિસ્ટ્રિબ્યેટર્સે પાકિસ્તાનના સેન્સર બોર્ડ પાસે અરજી કરી હતી. જો કે એના વિષયને લઇને ફિલ્મને પાક.માં રિલીઝ કરવામાં નહીં આવે.