રિમેકની રિમેક! :‘હમ આપકે હૈ કૌન...’ની રિમેકમાં આલિયા-વરૂણ

મુંબઇ: વર્ષ 1994માં આવેલી ફિલ્મ હમ આપ કે હૈં કૌનમાં અભિનેતા સલમાન ખાન અને માધુરી દીક્ષિત નેનેની જાડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી હતી. ફિલ્મ મેકર સૂરજ બડજાત્યા ફિલ્મ હમ આપ કે હૈં કૌનની રિમેક બનાવવાના છે. હમ આપ કે હૈં કૌનની સિક્વલની સત્તાવાર જાહેરાત રાજશ્રી પ્રોડક્શન્સના માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ટ્વિટ કરીને કરવામાં આવી છે. પોલમાં લીડ રોલમાં વરુણ ધવન અને આલિયા ભટ્ટનાં નામ અપાયાં છે. નિર્માતાઓએ અન્ય એક વિકલ્પ પણ આપ્યો છે. અત્યાર સુધી પોલમાં 3 હજાર લોકોએ મત આપ્યો છે.