વડાપ્રધાન મોદીનું પાત્ર મારા સિવાય કોઇ ન ભજવી શકે


મુંબઇ તા.10
પરેશ રાવલનું શહેવું છે કે પ્રાલમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનું પાત્ર તેમના સિવાય બીજું કોઇ મજવી ન શકે. નરેન્દ્ર મોદીની બાયોપીક બની રહી છે અને એમાં તેમનું પાત્ર પરેશ રાવલ ભજવી બહ્યા છે. આ વિશે પૂછતાં પરેશ રાવલે કહ્યું હતું કે ‘આ ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ ઓલમોસ્ટ પૂરૂંજ થઇ ગયું છે. સ્ક્રિપ્ટ ફકત એક-બે ઇસ્ટુ માટે અટકી છે અને અનો ઉકેલ આવ્યા બાદ અમે શુટીંગ શરૂ કરીશું. ફક્ત હું જ નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી શકું છું. હું તેમને ખૂબ જ પ્રેમ કરૂં છું. એથી હું આ ઠાઠમાઠથી બોલતો હોઉં એવું તમને લાગશે. તેમની વાતો મને ખૂબ જ સારી રીતે સમજાય છે. મે તેમને ખૂબ જ બારીકાઇથી પારખ્યા છે. મારૂં માનવું છે કે સફેદ દાઢી લગાવી દેવાથી કોઇ મોદી નથી બની જતું નથી. લોકોને તેમનામાં ખૂબ જ વિશ્ર્વાસ છે. તેમને ખબર છે કે મોદી એક સાચી વ્યકિત છે. કેટલાક વાર સારૂં કામ કરતાં કેટલીક ભૂલો દરેક વ્યકિતથી થાય છે.