વિરાટ કોહલી સામે બોલિંગ કરવી અઘરી: વસીમ અકરમ


નવી દિલ્હી: કેપટાઉનમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કહોલીની 160 રનની ઇનિંગને જોયા બાદ દુનિયાભરના ક્રિકેટ વિવેચકો અને દિગ્ગજો તેના વખાણ કરતા થાકતા નથી. જેમાં માઇકલ ક્લાર્ક, ડેવિડ વોર્નર, જાવેદ મિયાંદાદ, માઇક હસી બાદ હવે ક્રિકેટ જગતના મહાન બોલરમાં જેની ગણના થાય છે તે વસીવ અકરમે પણ કોહલીના ભરપેટ વખાણ કર્યા છે. વસીમ અકરમે કહ્યું કે, આ ભારતીય રન મશીન સામે તેમને પણ બોલિંગ કરવામાં મુશ્કેલી પડત. વસીમ અકરમે કહ્યું કે, કોહલીની બેટિંગે ક્રિકેટને એક નવા સ્તરે પહોંચાડ્યું છે. તેની ફિટનેસ તેને સતત ટોપના સ્તરે લઈ જશે. સમાન્ય રીતે એક નિશ્ચિત ઉંમર અને અનુભવ બાદ તમને ખબર પડતી હોય છે કે કઈ રીતે સતત રન બનાવવા પરંતુ કોહલીને આ વહેલી ખબર પડી ગઈ છે. અકરમે વધુમાં કહ્યું કે, નિશ્ચિત અનુભવ પછી તમને ખબર પડે છે કે કઈ સ્થિતિમાં કઈ રીતે રમવું અને સ્કોર કાર્ડને કઈ રીતે સતત ફરતું રાખવું. લાગે છે કે કોહલીને આ 2-3 વર્ષ વહેલું ખબર પડી ગઈ છે. તેના શોટ સમયની માગ અનુસાર હોય છે.