પિન્ક વન-ડેમાં ભારતીય ટીમને હંફાવશે દ.આફ્રિકા?

જોહાનિસબર્ગ તા.10
વન-ડે સિરિઝમાં વિજયની હેટ્રિક લગાવી ચુકેલી ટીમ ઇન્ડિયા આવતી કાલે જ્યારે જ્હોનિસબર્ગના વાંડરર્સ સ્ટેડિયમમાં ઉતરશે ત્યારે તેની નજર સાઉથ આફ્રિકા વિરુદ્ધ તેમના જ હોમગ્રાઉન્ડ પર પહેલી વખત વન ડે સિરિઝ જીતીને ઇતિહાસ રચવા પર હશે. આ પિંક વન ડે હશે જે સ્તન કેન્સર માટે જાગૃતતા ફેલાવવાના ઉદ્દેશથી રમવામાં આવી રહી છે. પહેલી વખત આવી મેચનું આયોજન વર્ષ 2011માં કરવામાં આવ્યું હતું અને આ વર્ષે છઠ્ઠી વખત આ મેચ રમવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પિન્ક જર્સીમાં રમતાં સાઉથ આફ્રિકાએ તમામ મેચોમાં વિજય મેળવ્યો હતો.આ મેચ જીતવી ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલ પડકાર સમાન છે કારણ કે સ્ટાર બેટ્સમેન એબી ડિવિલિયર્સની બાકીની ત્રણ વન ડે ઇન્ટરનેશનલ મેચો માટે આફ્રિકન ટીમમાં વાપસી થઇ છે, જેનાથી યજમાન ટીમને મજબૂતાઇ મળી છે.
ઉલ્લેખનીય છે કે પિન્ક વન ડેમાં અબી ડિવિલિયર્સનો રેકોર્ડ ખૂબ જ શાનદાર છે. ડિવિલિયર્સે વ4ષ 2015માં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ 31 બોલમાં સદી ફટકારી હતી. તે વન ડેમાં સૌથી ઝડપી સદીનો વર્લ્ડ રેકોર્ડ છે. આ મેચમાં તેમણે કુલ 44 બોલમાં 149 રન બનાવ્યાં હતાં. ભારત વિરુદ્ધ વર્ષ 2013માં ડિવિલિયર્સે 47 બોલમાં 77 રન બનાવ્યાં હતાં.દરમિયાન શુક્રવારે બંને ટીમ દ્વારા સખત નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હાટ અને ફરી એક વખત સ્પિનરો સામે સાઉથ આફ્રિકાના બેટ્સમેન નેટમાં બીઝી રહ્યા હતા અત્યાર સુધીના ત્રણ વન દે માં 27 વિકેટ માંથી 21 વિકેટ તો ચહલ અને કુલદીપ જ લઇ ગયા છે ત્યારે તેમની સામે કેવી નક્કી નથી થતું.
દરમિયાન વિકેટ થોડી ઝડપી બોલરોને યારી આપે તેવી છે તેમ છતાં સ્પિનરોને પણ થોડી મદદ મેચના મધ્યભાગમાં મળી રહે તેવું લાગે છે.સાઉથ આફ્રિકાના સુકાની માર્કરામ કહે છે કે અમારે આ અમેચમાં એક બે લાંબી પાર્ટ્નરશિપની જરૂર છે અને જો તેમાં અમે સફળ થશુ તો ચોક્કસ અમે આ મેચમાં એક સારો સ્કોર બનાવી શકીશું.