‘તેં મને બાપુ કેમ ન કીધું!’ કહી મેંદરડાના યુવાન પર હુમલો!


જૂનાગઢ, તા. 10
મેંદરડામાં એક યુવાનને નતેં મને ભાઈ કેમ કહેલું, બાપુ ના કેમ ના કીધુંપ તેમ કહી ભુંડી ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી માથાના ભાગે તલવાર જેવા હથીયાર મારી દેતા યુવાનને ગંભીર ઈજાઓ કરનાર માણકાના શખ્સ સામે મેંદરડા પોલીસમાં ફરિયાદ નોધાવા પામી છે.
મેંદરડાના માનપુર ગામે રહેતા નારણભાઈ ભીમાભાઈ પરમાર ઉ.વ.25 માણકા ગામના ધીરૂભાઈ દરબારના મોટર સાયકલ પાછળ બેસીને માનપુરથી મેંદરડા આવેલ તે દરમ્યાન આરોપી ધીરૂભાઈએ નતેં મને ભાઈ કેમ કહેલ બાપુ કેમ ના કીધુંપ તેમ કહી ઢીકાપાટુનો માર મારી માથાના ભાગે તલવાર
જેવા હથીયાર મારી દેતા
માનપુરના યુવાનને ગંભીર ઈજાઓ થવા પામી હતી.
અગતરાયમાં પાઈપથી હુમલો
કેશોદના અગતરાય ગામે રહેતા જયંતીભાઈ સવજીભાઈ માકડીયા ઉ.વ.36 ને અગરાય ગામના શૈલેષભાઈ જીણાભાઈ વાઢીયૌએ બે વર્ષ પૂર્વેના ટ્રેકટર બાબતેના મનદુ:ખના કારણે લોખંડના પાઈપથી માર માર ઈજાઓ કર્યાની કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.